GujaratPoliticsRajkot

સંપૂર્ણ હકારાત્મક અભિગમ સાથે વિધાનસભા ૬૯ બેઠક પરથી બ્રહ્મ અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ ના યુવા નેતા *તુષિત પાણેરી* મજબુત દાવેદાર . 

ગુજરાત વિધાનસભા ચૂંટણી ને ૩ મહિનાથી પણ ઓછો સમય રહ્યો હોય ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર ના પ્રભારી રામકિશન ઓઝા તેમજ રાજ્યસભા ના સંસદ નારણ રાઠવા નાગર બોર્ડિંગ ખાતે રાજકોટ શહેર અને જીલ્લા માં આવતી દરેક વિધાનસભા બેઠક પર દાવેદારી નોંધાવનાર કોંગ્રેસ ના આગેવાનો સાથે વ્યક્તિગત બેઠક કરીને જે તે બેઠક કઈ રીતે જીતી શકાય તેની ચર્ચા કરી

આ સેન્સ પ્રક્રિયા માં રાજકોટ ૬૯ વિધાનસભા બેઠક માટે તુષિત પાણેરી ને ટિકિટ મળે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે

વર્તમાન પરિસ્થિતિ સામાન્ય માણસ માટે અસહ્ય બની ગઈ છે , મોંઘવારી એ માજા મુકી છે , ગરીબ – મધ્યમ વર્ગીય લોકો નું આર્થિક સંતુલન બગડી ગયું છે , ગુજરાત ના ૫૦ લાખ થી પણ વધુ બેરોજગાર યુવા વર્ગ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા ના સતત પેપરો ફૂટતા હોવાથી અને પરીક્ષા ની પારદર્શિતા જળવાતી ન હોવાથી આક્રોશિત છે

આટલું ઓછું હોય તેમ દર મહિને કરોડો રૂપિયા નું ડ્રગ્સ ગુજરાત માં પકડાઈ છે , ગુજરાત ના નાગરિકો ટેક્સ ચૂકવતાં હોવા છતાં હાલ ની ભાજપ સરકાર રોડ રસ્તા પાણી જેવી સામાન્ય સુવિધા આપવામાં સદંતર નિષ્ફ્ળ રહી છે ત્યારે લોકો માટે ખરા અર્થ મા કોંગ્રેસ પક્ષ નું અનુભવી શાસન અનિવાર્ય બન્યું છે

માત્ર પૈસા ના જોરે કે અન્ય ખોટા પ્રલોભનો આપીને ચૂંટણી જીતાતી નથી

હવે સામાન્ય માણસ ને ગાડી માંથી ઉતરી ને સીધા જ ખુરશી પર બેસે અને ભાષણો કરીને જતા રહે એવા નેતા પર વિશ્વાસ નથી આવતો , લોકો અત્યારે એવો પ્રતિનિધિ ઈચ્છી રહ્યા છે જે પોતાની વચ્ચે થી આવતો હોય , લોકો સાથે પલોઠી વાળીને બેસે વાત કરે અને તેમની તક્લીફ માટે હર હંમેશ લડે

બ્રાહ્મણ કુળ માં જન્મેલા , હાઈલી એજ્યુકેટેડ અને બિન રાજકીય પરિવાર માંથી આવતા ૩૪ વર્ષીય *તુષિત પાણેરી* ઇલેક્ટ્રિકલ એન્જીનીયર છે , તેઓ *_T20_* ના હુલામણા નામે પણ ઓળખાય છે

પહેલીથી જ લોકો સાથે જોડાયેલ છે , લોકો ના પ્રશ્નો માટે સ્થાનિક સ્તરે થી લઇને ગાંધીનગર સચિવાલય સુધી આંદોલનો રજુઆતો કરીને પરિણામો લાવેલ છે , જે રેકોર્ડ પર છે

વિધાનસભા ૬૯ માં લગભગ કોઈ એવું ઘર કે વિસ્તાર નથી જ્યાં *તુષિત પાણેરી* ને કોઈ ઓળખતું ન હોય

તેમની પ્રચંડ તાકાત , લોકો નું સમર્થન , સંપૂર્ણ હકારાત્મક અભિગમ , વ્યક્તિગત પ્રતિષ્ઠા અને તેઓ એ કરેલા જનસુખાકારી ના કાર્યો જોતા આ વખતે જો કોંગ્રેસ પાર્ટી તેમને ટીકીટ આપશે તેવી શક્યતા દેખાઈ રહી છે..

Related posts

गुजरात का ऐतिहासिक किस्सा, पारसी दंपति ने की तलाक की अर्जी, कोर्ट ने दी मंजूरी

Rajkotlive News

ડીઝલે સદી ફટકારી

Rajkotlive News

જાણો રોમાન્સના અદ્ભુત ફાયદાઓ : રોમાન્સ તમારાં જીવનમાં બનશે ફાયદાકારક.

Rajkotlive News