Uncategorized

ઢોર પકડ પાર્ટી પર થયેલા હુમલા મા ભાજપ ના એક નેતા પોતે મસિંહા બનવા વ્હારે આવ્યા પણ આજ નેતા દબાણ હટાવ શાખા ના અધિકારીઓ ને કામ કરતા કેમ અટકાવે છે ???—તુશીત પાનેરી 

ઢોર પકડ પાર્ટી પર થયેલા હુમલા મા ભાજપ ના એક નેતા પોતે મસિંહા બનવા વ્હારે આવ્યા પણ આજ નેતા દબાણ હટાવ શાખા ના અધિકારીઓ ને કામ કરતા કેમ અટકાવે છે ???—તુશીત પાનેરી

 

ઢોર પકડ પાર્ટી પર હુમલાની બાબતે હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે, કોંગ્રેસ યુવા નેતા તુસીત પનેરી નું કહેવું છે કે,  નામદાર હાઇકોર્ટ ના કડક આદેશ બાદ ભાજપ નું આ નઘરોળ તંત્ર જાગ્યું અને ઢોર પકડવા ની કામગીરી ચાલુ કરી ત્યારે ગઈકાલ તા ૧/૯/૨૦૨૨ ના રોજ અમુલ સર્કલ પાસે ઢોર પકડ કર્મચારીઓ પર એસિડ અટેક થયો જે ખુબ નિંદનીય છે , મનપા કમિશનર અને મેયર એ પોતાના કર્મચારીઓ ની સુરક્ષા ની વ્યવસ્થા કરી જ નથી તે સાબિત થઇ ગયુ

તેમને જણાવ્યું કે,  આ દુર્ઘટના બાદ ભાજપ ના એક નેતાઆ કર્મચારીઓ ની વહારે પોહચી અને હું તમારી પડખે છુ એવુ નાટક કરવા મનપા કચેરી એ જઈને કર્મચારીઓ ના હિત માટે રજૂઆતો કરવા લાગ્યા

કર્મચારીઓ ના હીત માટે બોલવુ જોઈએ તે હું પણ માનુ છુ પણ આ નેતા ની બેવડી નીતિ મારા સહિત સમગ્ર રાજકોટ ની જનતા ને સમજાતી નથી

સર્વેશ્વર ચોક માં વર્ષો થી ખડકાયેલાં ગેરકાયેદસર દબાણો વિરુદ્ધ મેં જયારે આક્રમકતા થી રજૂઆતો કરી (જોકે દબાણો હજી પણ જેમના તેમ જ છે) ત્યારે આજ નેતાએ ( કે જેઓ સર્વેશ્વર ચોક વિસ્તાર ના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને ભૂતકાળ માં વિધાનસભા ની ચુંટણી પણ હારી ચુક્યા છે ) મનપા ના દબાણ હટાવ શાખા ના અધિકારીઓ ને ” મારા માણસો ને હેરાન કરતા નહિ ” જેવા શબ્દો કહીને ફરજ બજાવતા રોક્યા હતા

પાનેરીનું કહેવું છે કે,લોકો ને ફ્રી પાર્કિંગ મળી રહે તે હેતુ થી મારી કરેલી ફરિયાદ ને નજર અંદાજ કરવી તેવી સૂચના આપીને તતડાવી પણ નાખ્યા હતા

એક જ નેતા ના આવા બેવડા રૂપ જોઈને સમગ્ર રાજકોટ ની જનતા માં રોષ ફેલાયો છે , ૫-૭ ગેરકાયદે દબાણકર્તાઓ ને છાવરી રહેલા આ નેતા ના વરવા રૂપ ને આજે રાજકોટ ની જનતા ઓળખી ગઈ છે તેમ અંત માં જણાવ્યું હતું..

Related posts

બજેટ ૨૦૨૦, જાણો નાણાંમંત્રીએ ગુજરાત માટે શું કરી ખાસ જાહેરાત?

Rajkotlive News

बिजली दरों में गुजरात के 2 लाख किसानों को 77 करोड़ की राहत, CM ने किया ऐलान

Rajkotlive News

गुजरात में रवीना टंडन-फरहा खान धार्मिक भावना आहत करने का आरोप

Rajkotlive News