Breaking News Gujarat Rajkot Saurashtra Special

*ધન્વંતરી આરોગ્ય રથને એક વર્ષ પૂર્ણ થતા શ્રમિક પરિવાર સાથે ઉજવણી કરાઈ* 

*ધન્વંતરી આરોગ્ય રથને એક વર્ષ પૂર્ણ થતા શ્રમિક પરિવાર સાથે ઉજવણી કરાઈ*

*એક વર્ષમાં ધન્વન્તરીની ટીમ દ્વારા ૨,૭૦,૩૨૨ લોકોને બાંધકામ સાઇટ પર જ સઘન સારવાર અપાઈ*

* મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા GVK EMRI દ્વારા ચાલી રહેલ ધન્વંતરી આરોગ્ય રથમાં વિશેષ સુવિધા અર્થે કોરોના કાળ દરમિયાન ૨ રથનો ઉમેરો કરવામાં આવેલ હતો. તેને ૧ વર્ષ પૂર્ણ થતાં રાજકોટ GVK EMRI ધન્વંતરીની ટીમ દ્વારા બાંધકામ સાઇટ પર જ શ્રમિક મજૂરના બાળક દ્વારા કેક કટિંગ કરી અને તેમની સાથે જ સ્ટાફ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજકોટ જિલ્લા અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર જયેંન્દ્ર સોલંકી તથા રાજકોટ ધન્વંતરિ ટીમમાં ફરજ બજાવતા સ્ટાફે હાજરી આપેલ હતી. ગયા વર્ષે સરકાર દ્વારા નવા ફાળવવામાં આવેલ ધન્વન્તરી રથમાં મેડિકલ ઓફિસર તરીકે ડોક્ટર દિશા ડોડીયા, લેબ ટેકનીશિયન ગીતા સોલંકી, ફાર્માસિસ્ટ વૈશાલી શેખવા ,પેરામેડિક દર્શના તરાર, પાઇલોટ જીગરદાન ગઢવી હાલ ફરજ બજાવે છે.

કો ઓર્ડીનેટર જયેંન્દ્ર સોલંકીના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના કુલ પાંચ રથ દ્વારા અત્યાર સુધીમાં ૫૨૪૦ જેટલી બાંધકામ સાઇટ પર જ દર્દીઓને જરૂરી દવા અને યોગ્ય સારવાર કરી સેવા આપવામાં આવે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રાજકોટ ધન્વન્તરીની સર્વ ટીમ દ્વારા ૨,૭૦,૩૨૨ લોકોને બાંધકામ સાઇટ પર જ સઘન સારવાર તેમજ જરૂરી દર્દીઓના સ્થળ પર જ લેબ ટેસ્ટ કરેલ કરવામાં આવ્યા છે. ધન્વંતરી આરોગ્ય રથ એ “દરિદ્ર નારાયણ ભવતું” ની કહેવતને સાચા અર્થમાં સાર્થક બનાવે છે.

 

Related posts

પૂર્વ CM રૂપાણીએ પૂર્વ મંત્રી કથીરિયાનું કર્યુ અપમાન..!, પાટીદાર સમાજમાં રોષની લાગણી

Rajkotlive News

*Coronavirus: सरकार ने बदला फैसला, कोरोना वायरस से मरने वालों के परिवारों को नहीं मिलेंगे 4 लाख*

Rajkotlive News

FDA की चेतावनी के बावजूद, कोरोना से बचने के लिए HYDROXYCHLOROQUINE ले रहे डोनाल्ड ट्रंप

Rajkotlive News