રાજકોટ જિલ્લા ફરિયાદ-સહ-સંકલન સમિતિની બેઠક યોજાઇ.
ગ્રામ્ય પ્રજાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા જિલ્લા કલેકટરની સુચના-ધારસભ્ય કુંવર ભાઇ બાવળીયાની ઉપસ્થિત
રાજકોટ તારીખ ૧૬ એપ્રિલ – જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની એપ્રિલ માસની બેઠક યોજાઇ હતી.
નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કરે કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિતોને આવકાર્યા હતા. ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાએ જસદણ-વિંછીયા વિસ્તારના નાગરિકોના પ્રશ્નો અંગે આ બેઠકમાં રજૂઆત કરી હતી, જેનું સત્વરે નિરાકરણ લાવવા જિલ્લા કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. પેન્ડિંગ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ લાવવા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સંબંધિત વિભાગોના અધિકારીઓને તાકીદ કરી હતી.
પાણી પુરવઠા, સિચાઈ, “મનરેગા”, પી.જી.વી.સી.એલ., આવાસ યોજના, માર્ગ અને મકાન, પીવાનું પાણી, આંગણવાડીના મકાન, આરોગ્ય, વગેરે વિભાગોના પ્રશ્નો આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, એડિશનલ કલેક્ટર એન.એફ. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.આર. ધાધલ, પ્રાંત અધિકારી વર્મા, દેસાઈ, જોષી અને ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી, જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિહ વાઘેલા, જિલ્લા રમતગમત અધિકારી પાંડાવદરા અને જાડેજા, ચીફ ઓફિસર્સ, તાલુકા વિકાસ અધિકારીઓ તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.