Breaking News Gujarat Rajkot Saurashtra Special

‘કેદી સહાય યોજના’ અંતર્ગત રાજકોટમાં* *કુલ ૭ લાભાર્થીઓને રૂ. ૧,૭૫,૦૦૦ની સહાય ચૂકવાઈ* *પાકા કામનાં કેદીઓના પરિવારને રૂ. ૨૫૦૦૦ની સહાય કરતી….

  • *‘કેદી સહાય યોજના’ અંતર્ગત રાજકોટમાં*
  • *કુલ ૭ લાભાર્થીઓને રૂ. ૧,૭૫,૦૦૦ની સહાય ચૂકવાઈ*
  • *પાકા કામનાં કેદીઓના પરિવારને રૂ. ૨૫૦૦૦ની સહાય કરતી રાજયસરકાર*

*રાજકોટ તા. ૧૨ એપ્રિલ-* રાજ્ય સરકાર તમામ વર્ગોની ઉન્નતિ અને ભવિષ્યના વિકાસ માટે ચિંતિત રહી, તેમના વિકાસ માટેની યોજના ઘડતી હોય છે, ત્યારે જે કેદીઓ સુધારવા ઇચ્છતા હોય તેમના માટે રેડિયો કાર્યક્રમથી લઈને અનેક તાલીમ અપાતી હોય છે. પરંતુ ઘરના મોભી જ જેલમાં હોય તો તેના પરિવારને આર્થિક ઉપાર્જન કેવી રીતે થાય તેવા વિચારો અંગે રાજ્ય સરકાર દ્વારા ‘કેદી સહાય યોજના’ બનાવવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં તાજેતરમાં કુલ ૭ લાભાર્થીઓને રૂ. ૧,૭૫,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી છે.

પાકા કામના કેદીઓ જેને પાંચ વર્ષથી વધુ સમયગાળાની સજા મળેલ છે, તેના પરિવારને રાજ્ય સરકાર દ્વારા સિલાઈ મશીન, લારીની ખરીદી, વગેરે આવક મેળવવાનાં સાધનોની ખરીદી કરી આત્મનિર્ભર બનાવવાના હેતુથી રૂ. ૨૫,૦૦૦ની સહાય કરવામાં આવે છે.

જ્યારે આ યોજના માટેની અરજી બંદીવાન ભાઈ કે બહેન દ્વારા જેલ મારફતે જ કરવાની રહે છે. આ યોજનાનો લાભ લઈ સહાય મેળવવા ઈરછતા વ્યકિતના પુરાવા જેવા કે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આવકનો દાખલો અથવા બીપીએલ કાર્ડ, લાભ મેળવનારની રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુક ની ઝેરોક્ષ સાથે જોડવાની હોય છે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગૌસ્વામીની યાદીમાં જણાવાયું છે

Related posts

રાજકોટ-મોરબી અને હાલારનાં ગામડાંમાં કોરોનાનો ડર નેગેટિવ ભવિષ્યમાં કોઇ લાભ કે યોજનામાં બાકાત ન રહે તે માટે રસી લેવાઈ

Rajkotlive News

कोरोना से लडऩे गुजरात के 99 वर्ष के पूर्व विधायक ने दिया 51 हजार का दान, पीएम मोदी ने किया फोन

Rajkotlive News

भाजपा को बड़ा झटका, गुजरात यूनिवर्सिटी छात्र संघ चुनाव में NSUI की बड़ी जीत, ABVP का पुलिस से घर्षण

Rajkotlive News