*ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર પરીક્ષા અંગેની વિડિયો કોન્ફરન્સ યોજાઈ*
*રાજકોટ તા. ૧૨ એપ્રિલ -* ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૨૪ એપ્રિલના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બિનસચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં સુચારુ આયોજન અંગેની વિડિયો કોન્ફરન્સ અધિક મુખ્ય સચિવશ્રીના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આ વિડીયો કોન્ફરન્સ બાદ આ પરીક્ષાઓના સુચારુ આયોજન માટે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
જેમાં નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, ડે. કમિશનર સિંઘ, સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ જયદીપસિંઘ રાઠોડ, આરોગ્ય વિભાગ અધિકારી ડો. મિતેષ ભંડેરી, ડો. પી.કે. સિંઘ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સહિતના સંબંધિત અધિકારીઓ જોડાયા હતા.