Ahmedabad Breaking News Gujarat India Life style Rajkot Saurashtra Special Sports

૧૧ મો ખેલ મહાકુંભ:૨૭ માર્ચે યોજાનાર ઝોનકક્ષા સમાપન સમારોહ..

૧૧ મો ખેલ મહાકુંભ

૨૭ માર્ચે યોજાનાર ઝોનકક્ષા સમાપન સમારોહ..

રાજકોટ તા. ૨૬ માર્ચ- ૧૧ મા ખેલ મહાકુંભ અન્વયે રાજકોટ ખાતે યોજાયેલી વિવિધ રમત ગમત સ્પર્ધાઓનો ઝોનકક્ષાનો સમાપન સમારોહ

સરદાર પટેલ વિદ્યામંદિર, ઓમનગર ચોક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે સવારે ૮.૩૦ વાગ્યે યોજાશે

ગુજરાત સરકાશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ અમલીકરણ સમિતિ, રાજકોટ શહેર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ શહેર અને સરદાર પટેલ વિદ્યામંદિર સંયુકત ઉપક્રમે

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ખેલ મહાકુંભ ઝોનકક્ષા સ્પર્ધાનું આયોજન તા. ૨૦-૦૩-૨૦૨૨ થી તા. ૨૭-૦૩-૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરની વિવિધ જગ્યાઓ ખાતે કરવામાં આવેલ હતું, જેનો સમાપન સમારોહ અને ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા

ઝોનકક્ષા સ્પર્ધા સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર પ્રદિપભાઈ ડવ, સંસદ સભ્ય  મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અનેલાખાભાઈ સાગઠીયા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, લેઉવા પટેલ બોર્ડીંગ સરદાર પટેલ વિદ્યામંદિર, રાજકોટ ના પ્રમુખ શામજીભાઈ ખુંટ વગેરે ઉપસ્થિત રહેશે.

૨૭-૦૩-૨૦૨૨ રવિવારના રોજ સવારે ૦૮:૩૦ શ્રી સરદાર પટેલ વિદ્યામંદિર, ઓમનગર ચોક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આ કાર્યક્રમ યોજાશે, તેમ  વી. પી. જાડેજા, જિલ્લા રમતગમત અધિકારી, રાજકોટ શહેરની યાદીમાં જણાવાયુંછે.

Related posts

गुजरात : हवस की अंधी 26 वर्षीय टीचर 8वीं कक्षा के छात्र संग लापता

Rajkotlive News

ગુજરાતમાં 3થી 4 દિવસનું કર્ફ્યુ કરવા રાજ્ય સરકારને હાઈકોર્ટનો આદેશ.

Rajkotlive News

घरों की लाइट बंद करे,घरेलु उपकरणों की नहीं :ऊर्जा मंत्रालय की अपील

Rajkotlive News