Breaking News

બગસરા નજીક કારે બે બાઇકને ઠોકરે લેતા મોત

 

બગસરામાં જેતપુર બાયપાસ પાસે રવિવારે બેફામ બનેલી કારે બે બાઇકને ઠોકરે ચડાવ્યા હતા, એક બાઇકના ચાલક સુરત રહેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા બાઇકમાં બેઠેલો છ વર્ષનો બાળક ફંગોળાયો હતો તેનું રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

બગસરાના મુંજિયાસરના વતની અને સુરત સ્થાયી થયેલા લખુભાઇ દેવશીભાઇ સતાસિયા (ઉ.વ.40) અને તેના પત્ની વર્ષાબેન સતાસિયા (ઉ.વ.40) ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા સુરતથી મુંજિયાસર આવ્યા હતા અને મતદાન કરી બપોરે સુરત પરત જવાના હતા, સતાસિયા દંપતી બાઇક પર નીકળ્યું હતું અને બગસરામાં જેતુપર બાયપાસ પાસે પહોંચ્યું હતું ત્યારે એક કાર પુરપાટ ઝડપે ધસી આવી હતી

કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કારે લખુભાઇના બાઇક તેમજ તેમની બાજુમાં બાઇક ચલાવી રહેલા બગસરાના મેઘાણીનગરમાં રહેતા મનસુખભાઇ ગોબરભાઇ માલવી (ઉ.વ.35)ના બાઇકને ઠોકરે લીધા હતા, કારે એક સાથે બે બાઇકને ઠોકર મારતા લખુભાઇ સતાસિયા અને તેના પત્ની વર્ષાબેન રસ્તા પર ફંગોળાયા હતા, બીજા બાઇકના સવાર મનસુખભાઇ માલવી (ઉ.વ.35), તેના પત્ની સંગીતાબેન (ઉ.વ.32) તથા તેનો પુત્ર દીપ રસ્તા પર ફંગોળાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લખુભાઇ સતાસિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

Related posts

24 महीनों में बनकर तैयार हो जाएगा अयोध्‍या में भव्‍य राम मंदिर

Rajkotlive News

વીડિયોકોલ કર્યા બાદ મોર્ફ કરી બીભત્સ વીડિયો બનાવી નાણાં પડાવતી અલવર ગેંગ સામે ફરિયાદ

Rajkotlive News

શ્રી કૃષ્ણની અલૌકિક દ્વારિકા નગરીને વિશ્વના સુપ્રસિધ્ધ સ્થળ તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

Rajkotlive News