Breaking News

યુનિવર્સિટી કોઈ નિર્ણય ન કરી શકતા કરારી કર્મીના પગાર કપાશે

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત પ્રોફેસરોની ભરતી બાદ હવે કરાર આધારિત નોન ટીચિંગ કર્મચારીઓનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગત 10 ડિસેમ્બરના રોજ કરાર આધારિત 450 જેટલા કર્મચારીનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ જતા તમામને મૌખિક જાણ કરી છૂટા કરી દેવાયા હતા જેને 10 દિવસ થવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા મુદ્દે યુનિવર્સિટીના સત્તાધીશો સરકાર ઉપર નિર્ભર છે પરંતુ કરારી કર્મચારીઓ હાલ ફરજ પર તો આવી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી તેમનો કરાર રિન્યૂ નહીં થાય ત્યાં સુધી કર્મચારીઓને કોઈ પગાર નહીં મળે.

ધારો કે 21મીએ કરાર રિન્યૂ કરવામાં આવે તો પણ 10 દિવસનો પગાર પણ કાપી લેવામાં આવશે. યુનિવર્સિટીમાં નોન ટીચિંગમાં 10થી 19 હજાર પગારધોરણના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જો કરાર રિન્યૂ થાય તો પણ 10 હજારનો પગાર ધરાવતા કર્મીના પગારમાંથી રૂ. 3333 કાપી રૂ. 6666ની રકમ આપવામાં આવશે. જેનો પગાર 19 હજાર છે તેના રૂ. 6333 કાપીને 12,666 ચૂકવાશે. કરાર આધારિત પ્રોફેસરોની ભરતીમાં ભલામણો કરનારા સિન્ડિકેટ સભ્યો પૈકી નેહલ શુક્લ સિવાય એકપણ સિન્ડિકેટ સભ્યે આ કરાર આધારિત 400 કર્મચારીની ચિંતા કરી નથી.

Related posts

*બાળઉછેરમાં માતૃત્વ શૈલીની અસર* મનોવૈજ્ઞાનિક સર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા.

Rajkotlive News

संबंध नहीं बनाना चाहती थी जंगल की रानी, करीब जाने का प्रयास करते शेर को जड़ा थप्पड़, वीडियो

Rajkotlive News

पत्नीने प्रेमी संग मिलकर पति को मौत के घाट उतारा, सबूत मिटाने जंगल में फेंकी लाश, दोनों गिरफ्तार

Rajkotlive News