Breaking News

રાશિફળ : 21/12/2021

 

મેષઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પૂર્ણ કોશિશ કરો, ચોક્કસ જ તમને સફળતા મળશે. તમે ભાગ્ય ઉપર વિશ્વાસ ન કરીને કર્મ ઉપર વિશ્વાસ રાખશો તો નવી શક્યતાઓ ઉત્પન્ન થશે.

નેગેટિવઃ- વ્યવહારમાં સહજતા અને સૌમ્યતા જાળવી રાખો. ગુસ્સા અને આવેશમાં આવીને પરિસ્થિતિઓ બેકાબૂ થઇ શકે છે. ભાઇઓ સાથે સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારો સહયોગ વિશેષ સહયોગી રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ફેરફારને લગતી શક્યતાઓ પ્રબળ રહેશે

લવઃ- ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય ઘરની ગતિવિધિઓને પૂર્ણ કરવામાં પસાર થશે. કોઇ મનગમતુ કામ પૂર્ણ થવાથી મનમાં વધારે સુકૂન અને સુખ મળશે. ઘરના વડીલ સભ્યોના માર્ગદર્શનમાં તમારી કોઇ મોટી સમસ્યાનો ઉકેલ થઇ શકે છે

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યનો નકારાત્મક વ્યવહાર પારિવારિક ચિંતાનું કારણ બની શકે છે. જોકે, તમે સમજદારી અને સમજણ દ્વારા સમસ્યાનો ઉકેલ પણ શોધી શકશો. ઉધાર આપેલાં રૂપિયા માગવામાં સંકોચ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ખૂબ જ ધીમી રહી શકે છે.

લવઃ- ઘરના વાતાવરણને સુખદ અને સુખમય જાળવી રાખવામાં બધા સભ્યોનો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

મિથુનઃ-

પોઝિટિવઃ- દિવસનો થોડો સમય તમારા મહત્ત્વપૂર્ણ કાર્યો તથા મિત્રો માટે પણ કાઢો. ફોન દ્વારા એકબીજાના સમાચાર પૂછવા સંબંધોને વધારે મજબૂત કરશે. સાથે જ યોજનાબદ્ધ રીતે દિવસના અન્ય કાર્ય પણ વ્યવસ્થિત રૂપથી થતાં જશે.

નેગેટિવઃ- આ સમયે કોઇ અપ્રિય સમાચાર પણ મળવાનો સંકેત છે. જેના કારણે તણાવ અને અવસાદ જેવી સ્થિતિ રહી શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધ મધુર જાળવી રાખો. અધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક હિસાબ-કિતાબમાં પારદર્શિતા રાખો.

લવઃ- પારિવારિક તાલમેલ યોગ્ય જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ભય અને તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

——————————–

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારી છેલ્લી થોડી ભૂલોથી બોધપાઠ લઇને આગળ વધવાનો છે. કોઇ અનુભવી તથા જવાબદાર વ્યક્તિનું માર્ગદર્શન તમારા માટે મદદગાર સાબિત થશે. તમે યોગ્ય આત્મવિશ્વાસ સાથે એક નવી શરૂઆત કરી શકો છો.

નેગેટિવઃ- કોઇની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. એટલે તમારી ક્ષમતાઓ ઉપર જ વિશ્વાસ રાખો. આ સમયે કોઇપણ યાત્રાને ટાળવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- હાલ વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહી શકે છે.

લવઃ- મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો યોગ્ય સહયોગ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન સમયમાં સ્વાસ્થ્યને લગતી કોઇપણ પરેશાનીને ઇગ્નોર ન કરો.

——————————–

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. ફોન અને ઈમેલ દ્વારા કોઇ શુભ સમાચાર મળી શકે છે. આ સમયે વધારે લાભની શક્યતા તો નથી, પરંતુ આર્થિક સ્થિતિ સારી રહેશે.

નેગેટિવઃ- અચાનક જ કોઇ મોટો ખર્ચ સામે આવી શકે છે. તમારા શુભચિંતકોની સલાહ ઉપર પણ અમલ કરો. કોઇના બનતા કાર્યોમાં પરેશાની કે મુશ્કેલી આવવાથી નિરાશા રહેશે.

વ્યવસાયઃ- આ સમયે માર્કેટિંગને લગતી મંદી રહી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં તમારું યોગદાન રહેશે. કોઇ સંસ્થા સાથે સેવા કાર્ય કરવાથી સુકૂન પણ મળશે. છેલ્લાં થોડા સમયથી કોઇ નજીકના લોકો સાથે ચાલી રહેલો તણાવ દૂર થવાથી સંબંધોમાં સુધાર આવશે. ધાર્મિક કાર્યોમાં પણ રસ રહેશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારની લોન કે ઉધાર લેવાની કોશિશ ન કરો. દેખાડાના ચક્કરમાં તમે ખોટો ખર્ચ કરી શકો છો. કોઇ જૂની નકારાત્મક વાત વર્તમાન ઉપર હાવી થઇ શકે છે. જેના દ્વારા તમારું મનોબળ પણ ઘટી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતા અટવાયેલાં કામને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે. એકબીજાના વિચારોની આપ-લે થવાથી વ્યવહારમાં પોઝિટિવ પરિવર્તન આવશે. મીડિયા કે માર્કેટિંગને લગતી કોઇ મહત્ત્વપૂર્ણ જાણકારી પણ મળી શકે છે.

નેગેટિવઃ- જમીન-જાયદાદને લગતા મામલાઓમાં રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની જાળવો. થોડી બેદરકારી સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે. કાયદાકીય કાર્યોમાં રસ લેશો નહીં.

વ્યવસાયઃ- રોજના કાર્યોમાં થોડો વધારો થઇ શકે છે.

લવઃ- લગ્નસંબંધને મધુર જાળવી રાખવા માટે એકબીજાનો સહયોગ અને તાલમેલ યોગ્ય જાળવી રાખવું.

સ્વાસ્થ્યઃ- આ સમયે પોલ્યુશન અને બદલાતા વાતાવરણ સામે પોતાની રક્ષા કરો.

——————————–

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે કોઇની પાસે મદદની અપેક્ષા ન રાખો, પરંતુ બધા કાર્યો જાતે જ પૂર્ણ કરવાની કોશિશ કરો. આર્થિક ગતિવિધિઓમાં થોડો સુધાર આવી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા પણ દૂર થશે.

નેગેટિવઃ- નાની-નાની વાતો ઉપર તમારું પરેશાન થવું અને તણાવ લેવો તમારા મનોબળમાં ઘટાડો લાવી શકે છે. બાળકોના અભ્યાસને લગતા કોઇ કાર્યોમાં વિઘ્ન ઊભું થઇ શકે છે. દેખાડો કરવાની કોશિશ ન કરો.

વ્યવસાયઃ- કોઇ મશીન કે તેને લગતા ઉપકરણ ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

ધનઃ-

પોઝિટિવઃ- અધ્યાત્મિક ક્ષેત્ર પ્રત્યે તમારી આસ્થા અને રસ તમારા વ્યક્તિત્વને વધારે પોઝિટિવ જાળવી રાખશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીથી રાહત મળી શકે છે. કામ વધારે હોવાથી સંબંધીઓ તથા મિત્રો માટે સમય કાઢવો સંબંધને વધારે મજબૂત કરશે.

નેગેટિવઃ- આ સમયે બધા કાર્યો જાતે કરવાની કોશિશ ન કરો. અન્ય લોકો પાસે મદદની આશા ન રાખો તો સારું રહેશે. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેમના બધા સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરી લો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં મન પ્રમાણે કાર્ય ન થવાથી થોડી નિરાશા રહી શકે છે.

લવઃ- ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખવામાં તમારી વિશેષ કોશિશ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમારું કોઇ ઉદેશ્ય પૂર્ણ થશે. ઘરમાં લગ્ન યોગ્ય સભ્ય માટે યોગ્ય સંબંધ આવી શકે છે. કોઇ જરૂરિયાતમંદ સંબંધીની મદદ કરવાથી તમને આત્મિક અને માનસિક સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. કોઇપણ વિશેષ મુદ્દા અંગે વાતચીત કરતી સમયે અપશબ્દોનો ઉપયોગ ન કરો, તેનાથી તમારી માનહાનિ પણ શક્ય છે. અન્ય સાથે વ્યવહાર કરતી સમયે પોઝિટિવ રહો.

વ્યવસાયઃ- વેપારમાં કોઇ મન પ્રમાણે કોન્ટ્રેક્ટ મળી શકે છે.

લવઃ- વ્યસ્તતા સિવાય થોડો સમય પોતાના પરિવારના લોકો માટે પણ કાઢો.

સ્વાસ્થ્યઃ- શરીરના દુખાવાની સમસ્યા રહી શકે છે.

——————————–

કુંભઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. માનસિક અને આત્મિક સુખ-શાંતિનો અનુભવ થશે. કોઇ મુશ્કેલ લક્ષ્યને તમારી મહેનત દ્વારા તમે મેળવી શકશો. ખાસ કરીને મહિલાઓ ઘર અને બહાર બંને જગ્યાના કાર્યોમાં સારો તાલમેલ જાળવી રાખશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક જીવનમાં બધુ હોવા છતાં પણ થોડું અજીબ કે ખાલીપણું અનુભવ થઇ શકે છે. થોડો સમય અધ્યાત્મિક કે ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. પોઝિટિવ પ્રવૃત્તિના લોકોના સાનિધ્યમાં પણ તમને સુકૂન મળશે.

વ્યવસાયઃ- જો તમારા વ્યવસાયમાં કઇંક નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સમય અનુકૂળ નથી.

લવઃ- કોઇપણ પ્રકારના નિર્ણય લેવામાં જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા માટે લાભદાયી રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓનો સંકેત મળી રહ્યો છે.

——————————–

મીનઃ-

પોઝિટિવઃ- જો ઘરમાં રિનોવેશન કે સુધારને લગતી કોઇ ગતિવિધિ ચાલી રહી છે તો વાસ્તુને લગતા નિયમોનું પાલન કરો. તેનાથી ઘરમાં પોઝિટિવ ઊર્જા જળવાયેલી રહેશે. આળસ છોડીને પૂર્ણ ઊર્જા અને આત્મવિશ્વાસથી તમારા કાર્યો ઉપર ધ્યાન આપો.

નેગેટિવઃ- બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી મન નિરાશ રહી શકે છે. ગુસ્સાની જગ્યાએ શાંતિથી સમસ્યાનો ઉકેલ શોધવાની કોશિશ કરો. રૂપિયા-પૈસાને લગતા મામલાઓના કારણે કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ થઇ શકે છે.

વ્યવસાયઃ- કોઈપણ નવી યોજના ઉપર અમલ કરવા માટે સમય પક્ષમાં નથી.

લવઃ- પતિ-પત્નીમાં થોડા વિવાદ જેવી સ્થિતિ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

Related posts

અધિકારીઓમાં દોડધામ

Rajkotlive News

3 लुंटेरो ने 4 कर्मचारियों को बंदी बनाकर दिनदहाड़े बैंक के लॉकर से चलाई 88 लाख की लूंट

Rajkotlive News

રાજકોટ-મોરબી અને હાલારનાં ગામડાંમાં કોરોનાનો ડર નેગેટિવ ભવિષ્યમાં કોઇ લાભ કે યોજનામાં બાકાત ન રહે તે માટે રસી લેવાઈ

Rajkotlive News