Breaking NewsGujaratJamnagarSaurashtraSpecial

પતિ સાથે અણબનાવ અને માતા સાથે ઝગડો થતા એમપીની મહિલા જામનગર પહોંચી, મદદે આવી 181ની અભયમ ટીમ, આશ્રય અપાવી નિરાકરણ લાવવા પ્રયત્નો શરૂ.

તા.16/12/2021 ના રોજ સાંજના 7 વાગ્યાના સમયે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણાં ગામમાંથી સામાજિક કાર્યકરનો 181માં કોલ આવેલો કે એક દીકરી અહી મળી આવી છે.જેને કૂવામાં પડી આત્મ-હત્યાનો પ્રયાસ કરેલો છે. તે મૂળ એમ.પી.ના શોટીગોલાના જણાવે છે. ઉંમર 18 વર્ષ જણાવે છે.હાલ તેનું અહી કોઈ નથી તો આપ તેની કોઈ મદદ કરૉ.

181ની અભયમ્ ટીમ ઘટના સ્થળે પહોંચતા અને કાઉન્સેલિંગ કરતાં દીકરીના જણાવ્યા મુજબ તે તેના માતા સાથે ઝગડો કરી ઘરેથી નાસી ગઈ હતી.તેના લગ્ન એક યુવક સાથે થયેલા છે પરંતું તેને તેના પતિ દ્રારા” તું ગમતી નથી, તારા હાથનું જમવાનું ભાવતું નથી ” તેવું કહેવામાં આવે છે.

સમાણાં ગામના સામાજિક કાર્યકરે આ દિકરીને આશરો આપેલ તેમજ કપડાં અને જમવાનુ પણ આપેલ 181ની ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધી તે દિકરીને સાચવેલ.

યુવતીને હાલ આશ્રયની જરૂરિયાત લાગતા 181ની અભયમ ટીમે દિકરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવાનો નિર્ણય લીધો જેથી તેને આશ્રય મળી રહે અને દિકરી ત્યાં સુરક્ષિત રહે.

આમ, ઘરેથી માતા સાથે ઝગડો કરી નાસી છૂટેલી દીકરીને જામનગરની 181ની ટીમ કાઉન્સેલર પોપટ પૂર્વી , કોન્સ્ટેબલ ઇલા બા ઝાલા તેમજ પાયલોટ સુરજીત સિંહ વાઘેલા એ દીકરીને મદદ કરી અને આવી કડકડતી ઠંડીમાં જયારે એમના ઘરનું કોઈજ સભ્ય અહી હાજર ન હોય દિકરી એકલી હોય, સુરક્ષિત ન હોય ત્યારે આ ટીમ એ તેને આશ્રય આપાવેલ.

Related posts

અમેરિકા જવા માગતા ભારતીયો માટે રાહત

Rajkotlive News

ભાદરવા મહિનાની શરૂઆત, આ મહિનો વરસાદથી ભરપુર રહે તેવા ગ્રહોના એંધાણ

Rajkotlive News

“HUNGAMA-2”માં જોવા મળશે એકસાથે, OTT પર રિલીઝ થશે ફિલ્મ..

Rajkotlive News