Breaking News

3 વર્ષના લગ્ન જીવન પછી ઘરકંકાસ બાદ છૂટાછેડા થયા

 

3 વર્ષના પ્રેમ લગ્ન બાદ સામાન્ય બાબતે નાની-નાની બાબતે ઝગડા થતાં પતિ-પત્ની વચ્ચે છેલ્લા બે વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો હતો. અંતે બન્ને જણાએ રાજીખુશીથી છૂટાછેડા લેવાનું નક્કી કરતા તે પૈકી કાયમી ભરણપાેષણ પેટે રૂ.2.50 લાખ પત્નીને આપવામાં આવ્યા હતાં. આ રૂપિયામાંથી પુત્રવધૂએ કોર્ટમાં વકીલોની હાજરીમાં વિધવા સાસુમાને તેમના જીવનનિર્વાહ માટે રૂ.1.50 લાખ આપ્યા હતાં. પુત્રવધૂએ દીકરી તરીકે પ્રેમ બતાવ્યો તો સામે સાસુએ પણ પુત્રવધૂને કહ્યું, તું તો મારી દિકરી છે. આ રૂપિયા તારા હક્કના હાેવાથી મારાથી ના લેવાય’ અંતે પુત્રવધૂની જીદ આગળ સાસુએ 1.50 લાખ લેવા પડયા હતાં.

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા રાજુને અંકિતા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આથી બન્ને જણાએ 2018માં પ્રેમ લગ્ન કર્યા હતાં. પરંતુ ઝઘડાને કારણે અંકિતાએ પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. તેમજ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ તેમજ મેટ્રો કોર્ટમાં ઘરેલુ હિંસાચારની ફરિયાદ કરી હતી.

આખરે પતિ-પત્ની રાજીખુશીથી છૂટાછેડા લેવા માટે નિણર્ય કર્યો હતો. અંકિતાના એડવોકેટ અશ્વિન પટેલ અને રાજુ તરફે એડવોકેટ જયેશ રામીએ છૂટાછેડા માટે રૂ.2.50 લાખ નક્કી કર્યા હતાં. એ વખતે કોર્ટમાં અંકિતા તેની માતા સાથે અને રાજુ પણ તેની માતા સાથે હાજર હતાં. છૂટાછેડાનો કરાર નોટરી પાસે તૈયાર કરવામાં આવ્યો હતો. જયારે રાજુએ રૂ.2.50 લાખ તેમના એડવોકેટ મારફતે અંકિતાને આપ્યા હતાં. થોડી ક્ષણો બાદ અંકિતાએ રૂ.2.50 લાખમાંથી રૂ.1.50 લાખ સાસુમાને આપ્યા હતાં. (પાત્રોના નામ બદલ્યા છે)

Related posts

માતા પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે શ્રાવણમાં કઠોર તપ કર્યું હતું, જેથી શિવજીને આ મહિનો પ્રિય છે

Rajkotlive News

नाबालिग बेटी को गर्भवती बनाकर हत्या करनेवाले पिता को अदालत ने दी फांसी

Rajkotlive News

गुजरात: 13MM 3D टेक्नोलॉजी से बनी स्टेच्यु ऑफ युनिटी की सबसे छोटी प्रतिमा, बना वर्ल्ड रिकॉर्ड

Rajkotlive News