Breaking News

અદાણી પોર્ટમાંથી ચોરી

 

મુન્દ્રાના અદાણી પોર્ટ ખાતે સામાન સ્ટોરેજ કરવાના કન્ટેનરમાંથી તસ્કરો 1.70 લાખ નો ઇલેક્ટ્રિક મેટેરિયલ ચોરી જતાં પોર્ટ ઓથોરિટી દોડતી થઈ હતી. સી.સી.ટી.વી. ફૂટેજની ચકાસણી કરાતા અેક સિલ્વર કલરની ઝેન કારમાં અાવેલા તસ્કરોઅે હાથ ફેરો કર્યો હોવાનું સામે અાવતા મુન્દ્રા પોલીસ મથકે ફોજદારી નોંધાઇ હતી. મુન્દ્રા પોલીસ મથકેથી અદાણી પોર્ટના એડમિન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા રાજકુમાર મુરલીધર ચોબે (ઉ.વ.54 રહે રાજગોર પાર્ક,બારોઇ-મુન્દ્રા મૂળ બિહાર)ની ફરિયાદ નોંધાવી હતી કે, ગત 30/11 થી 10/12ના સમયગાળા વચ્ચે અદાણી પોર્ટ સ્થિત આવેલા ડ્રેઝિંગ સાઉથ બેસીન એરિયામાં ચોરીનો બન્યો હતો.

જેમાં અજાણ્યા તસ્કરો ત્યાં રહેલા સ્ટોરેજ કન્ટેનરમાંથી વિવિધ વપરાશ માટે પડેલો 1.7 લાખનો ઇલેક્ટ્રિક સામાન ચોરી ગયા હતા. ઘટનાને પગલે પોર્ટ પ્રશાસન દ્વારા બંદરીય વિસ્તારમાં વિવિધ એન્ગલ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતાં અજાણ્યા તસ્કરો એ જીજે-12 પી 8445 નંબર ની સિલ્વર કલરની ઝેન કારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું હતું.

Related posts

કોરોનાએ ઓક્સિજનની ઉપયોગીતા, અનિવાર્યતા અને જરૂરીયાત સમજાવીઃ નીતિન પટેલ.

Rajkotlive News

गुजरात में दो मासूमों का दर्दनाक अंत, एक को पिताने पटक कर मार दिया, दूसरे को मां ने गर्मी में छोड़ दिया

Rajkotlive News

तेज गतिसे आ रहे टेम्पो की ठोकर से बाइक सवार युवक की मौत, देखे सीसीटीवी

Rajkotlive News