Breaking News

અલંગ યાર્ડમાં આવેલું શિપ હેરિયેટ સીઝ કરવામાં આવ્યું

 

અમેરિકા અને યુરોપીયન યુનિયન (ઇ.યુ.) દ્વારા પ્રતિબંધિત જહાજને તેના નામ, આઇએમઓ નંબર અને જહાજના દસ્તાવેજ સાથે ચેડાં કરી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે વેચવામાં આવતા ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા અલંગ એન્કરેજ પર જહાજને સીઝ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સીરીયામાં સર્જાયેલી અરાજક્તામાં શિપ મેલોડી, આઇએમઓ નં.8800298 દ્વારા અલ્બાનીયાના રોમાનો પોર્ટથી સીરીયાના બંદર બનીયાસ સુધી લીક્વીડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) અને ગેસઓઇલ સપ્યાલ કરવામાં આવી રહી હતી.

અમેરિકા, ઇ.યુ. દ્વારા ઓપેકના નિયમો તળે પ્રતિબંધિત કરવામાં આવ્યુ હતુ, અને આ જહાજ પર અમેરિકા દ્વારા સેટેલાઇટથી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન મેલોડી જહાજનું નામ અને તેનો આઇએમઓ નંબર બદલાવી અને તેને ભાવનગર નજીક આવેલા અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે વેચી મારવામાં આવ્યુ હતુ. મેલોડીનું નામ હેરિએટ રાખવામાં આવ્યુ અને તેનો આઇએમઓ નંબર 8716514 કરી અને તેને કેશ બાયરને વચ્ચે રાખીને અલંગના પ્લોટ નં.114- રાજેન્દ્ર શિપબ્રેકર્સ પ્રા. લિ.ને વેચવામાં આવ્યુ હતુ. અને એજન્ટ લોટસડેન શિપિંગ પ્રા.લિ.ની એજન્સીમાં જહાજ 9મી ડિસેમ્બરે બહારપાણીએ આવી પહોંચ્યુ હતુ.

Related posts

રાજકોટમાં મકાન નથી પડ્યા ને તેમના નામે 40 ફ્લેટ લઈ ‘મામા’ જેવા અસામાજિકોએ ભાડે આપી દીધા

Rajkotlive News

छुट्टियों में घर आई 14 वर्षीय किशोरी से पिताने की ज्यादती, बोला- किसीको बताया तो में झहर खा लूंगा

Rajkotlive News

रामायण, महाभारत पर टिप्पणी को लेकर प्रशांत भूषण सहित तीन के खिलाफ मामला दर्ज

Rajkotlive News