Breaking News

વડવિયાળામાં પાંચ સાવજો ઘુસ્યા, 13 ગાયનું મારણ કર્યું

 

ગીરગઢડા પંથકનાં વડવીયાળા ગામે એક સાથે 5 સાવજો ગામમાં ઘુસી ગયા હતા. અને 13 ગાયનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આખી રાત ગામમાં સિંહ ગર્જનાથી લોકોએ બહાર નિકળવાનું પણ ટાળ્યું હતું.

ગીરગઢડા નજીક આવેલ વડવીયાળા ગામ પાસે સિંહોનો વસવાટ હોય. અને રાત્રીનાં સમયે અહીં સાવજો જોવા મળે છે. ત્યારે બુધવારે રાત્રીનાં સમયે પાંચ સાવજો ગામમાં ઘુસી ગયા હતા. અને રાત્રી દરમિયાન 13 ગાયોનું મારણ કર્યું હતું. સિંહ ગર્જનાથી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સવારે સાવજો તેમના રહેણાંક વિસ્તાર તરફ ચાલ્યા ગયા હતા. આમ ગામમાં એકી સાથે આટલા પશુના મારણ થતા ખેડૂતોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. આ વન્ય પ્રાણીઓને ગીર જંગલની બોર્ડરથી દૂર ખસેડવામાં આવે એવી માંગ ગ્રામજનો કરી રહ્યાં છે. વનતંત્ર દ્વારા પણ આ અંગે યોગ્ય કરવામાં આવે એ જરૂરી છે.

Related posts

मोदी सरकार की तर्ज पर गुजरात में मंत्री-विधायकों का 30% वेतन कटेगा, डेढ़ करोड़ की ग्रांट भी होगी खर्च

Rajkotlive News

*ભારતમાં યુવાનોમાં વધી રહ્યું છે ગેન્ટોફિલિયાનું પ્રમાણ* સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરોનો સર્વે.

Rajkotlive News

વલસાડમાં વિદ્યાર્થી પાસેથી લાંચ લેતા કોલેજનો કર્મચારી ઝડપાયો.

Rajkotlive News