Breaking News

શિક્ષકોને પગાર ચૂકવો, નહીં તો રોજનો 10 હજાર દંડ ભરો: ગુજરાત હાઇકોર્ટ

 

દાહોદની પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા હાઇકોર્ટે આદેશ કરવા છતાં નહીં ચૂકવતા કન્ટેમ્પટ પિટિશન કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે તેમના હુકમનું પાલન નહીં થતા નારાજગી દર્શાવી હતી. કોર્ટે સરકારને એવી ચેતવણી આપી હતી કે, અમારા હુકમનું પાલન કરો નહીંતર રોજના 10 હજારનો દંડ ભરવા તૈયાર રહો.

ચીફ જસ્ટિસની ખંડપીઠે જવાબદાર અધિકારીને રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો હતો અને સાથે એવી ચીમકી આપી હતી કે તેમની સામે ચાર્જફ્રેમ કેમ ન કરવો? તેનો જવાબ આપો.

દાહોદની પ્રાથમિક સ્કૂલના ટ્રેઇન ટીચર્સ તરીકે ઉચ્ચતર પગારધોરણ ચૂકવવા હાઇકોર્ટે હુકમ કર્યો છે અને આટલો લાંબો સમય થઇ ગયો છે છતાં તેનું પાલન કેમ કરવામાં આવ્યુ નથી. શિક્ષણ વિભાગે તમામ શિક્ષકોને અનટ્રેઇન ટીચર તરીકે ગણીને લાભ ચૂકવ્યા હતા તેની જગ્યાએ તેમને ટ્રેઇન ટીચર તરીકે ગણવા જોઇએ. શિક્ષણ વિભાગ દ્વારા 10 દિવસનો સમય માગવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગના અધિકારીએ 10 દિવસમાં તમામને ઉચ્ચતર પગાર ચૂકવવા ખાતરી આપી હતી. ખંડપીઠે એવું પણ કહ્યું કે 15 ડિસેમ્બર સુધીમાં બાકી રકમ નહીં ચુકવાય તો અધિકારી સામે ચાર્જફ્રેમ કરાશે.

Related posts

ચીનની સરકાર મસ્જિદો પરથી ગુંબજ અને મિનારા હટાવી રહી છે જેનાથી તેનું સ્વરૂપ બદલાય, વધુ ‘ચાઈનીઝ’ લાગે

Rajkotlive News

આજે ગુજરાતનો સ્થાપના દિવસ : આવો જાણો ગુજરાતનો ઈતિહાસ તેમજ કેટલાક રોચક તથ્યો..

Rajkotlive News

गुजरात के लोकडायरा कार्यक्रम में इतने रुपये बरसे कि बिछ गई रुपयों की चद्दर

Rajkotlive News