Breaking News

બલક્સ ગ્રામ પંચાયત 45માં વર્ષે પણ સમરસ થવા ભણી

 

ઓલપાડ તાલુકાની છેલ્લા 40 વર્ષથી સમરસ ગ્રામ પંચાયત 45 માં વર્ષે પણ ફરી સમરસ બનવા પ્રયાણ કરી રહેલ છે, ત્યારે આગામી શનિવાર સુધીમાં જો અન્ય ઉમેદવારો ના ફોર્મ ન ભરાય તો બલક્સ ગ્રામ પંચાયત તાલુકાની પ્રથમ સમરસ ગ્રામ પંચાયત બનશે.

વિગત મુજબ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂકતા સોમવારથી સરપંચપદ અને વોર્ડ સભ્યોમાં ચૂંટણી લડવા ઉત્સુક મુરતિયાઓ ઉમેદવારી પત્રો ભરવા તાલુકા મથકે જમાવડો કરી રહ્યા છે, ત્યારે ઓલપાડ તાલુકાની બલક્સ ગ્રામ પંચાયતના ઉમેદવારો આજે ગુરૂવારે “સૌનો સાથ સૌનો વિકાસ” અને “એકતામાં વિકાસ”સતત 40 વર્ષથી બલક્સ ગ્રામ પંચાયત સમરસના બેનરો સાથે ગામના નાગરિકો ઉમેદવારી ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા.

ઓલપાડ સેવા સદન ખાતે બલકસ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર અને ઓલપાડ તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી કુલદીપસિંહ ઠાકોર આજે તેમના વોર્ડ સભ્યોની ટીમ સાથે ઉમેદવારી પત્રો ભરવા આવ્યા હતા. સમરસ સરપંચના ઉમેદવાર કુલદીપસિંહ અભેસિંહ ઠાકોરે સમરસ ગ્રામ પંચાયત થવાના ફાયદા બાબતે તાલુકાની પ્રજાને વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તેવો સંદેશ આપતા કહ્યું કે અમારી ગ્રામ પંચાયત છેલ્લા 40 વર્ષથી સતત સમરસ થતી આવી છે.

Related posts

गुजरात : पूर्व सीएम शंकरसिंह वाघेला ने मीडिया को दी गालियां, ऑडियो वायरल होने पर मुकर गए

Rajkotlive News

गुजरात में डम्पर और आयशर की जोरदार टक्कर में 8 लोगों की दर्दनाक मौत

Rajkotlive News

રમજાન ઈદની મુસ્લિમ બિરાદરોને રાજ્યપાલે પાઠવી શુભકામના.

Rajkotlive News