Breaking News

ઇન્ડિયાના યુનિવર્સિટી

 

મેન્ટલ હેલ્થ અને મૂડ ડિસઓર્ડરની વધતી સમસ્યાથી હવે છુટકારો મળવાની શક્યતા વધી ગઇ છે. અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીના વિજ્ઞાનીઓને એક અભ્યાસ દ્વારા માલૂમ પડ્યું કે બ્લડ ટેસ્ટના માધ્યમથી મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશનનું કારણ તથા સારવાર જાણવામાં બ્લડ ટેસ્ટ કારગત સાબિત થઇ શકે છે.

બ્લડ ટેસ્ટમાં આરએનએ માર્કરની ઓળખ કરાય છે. તેના આધારે નર્વ્સ અને ઇમ્યુન સિસ્ટમ વિશે જાણવામાં આવે છે. આનાથી ડિપ્રેશનની સારવાર વધુ સારી રીતે થઇ શકશે. અભ્યાસનું નેતૃત્વ કરનારા ડૉ. એલેક્ઝાન્ડર નિકુલેસ્કુનું કહેવું છે કે બ્લડ ટેસ્ટથી ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડર વચ્ચેનો તફાવત સરળતાથી જાણી શકાશે. અગાઉ ડિપ્રેશનની સારવાર માટે ડૉક્ટરોએ દવાઓના કોમ્બિનેશન પર નિર્ભર રહેવું પડતું હતું.

અભ્યાસથી સામે આવ્યું કે ડિપ્રેશનનું જૈવિક કારણ પણ હોય છે. દરેક વ્યક્તિના બ્લડ જીન બાયોમેકરમાં આરએનએ, ડીએનએ અને પ્રોટીનના અંશ હોય છે, જેમને બ્લડ ટેસ્ટ દ્વારા ડીકોડ કરાય છે. શરીરમાં મગજ, નર્વ્સ સિસ્ટમ અને ઇમ્યુન સિસ્ટમના વિકાસની પેટર્ન એકસરખી હોય છે. હવે બ્લડ ટેસ્ટ દ્વારા તે જાણીને ડિપ્રેશનની સારવાર થઇ શકશે.

Related posts

सिर्फ 14 साल की उम्र में KBC में जीते थे 1 करोड़ रुपये, अब बन गए पोरबंदर के एसपी

Rajkotlive News

राजकोट के डी मार्ट में बिक रही थी फफूंदवाली ब्रेड, जागरूक नागरिक ने ऐसे फोड़ा भंडा, वीडियो

Rajkotlive News

કોરોના સંકટઃ ભારતમાં એક જ દિવસમાં 20.61 લાખ લોકોના કોવિડ ટેસ્ટ.

Rajkotlive News