Breaking NewsGujarat

કચ્છની રણ સીમાએ પથરાશે સફેદ પ્રકાશ

 

ભારત અને પાકિસ્તાન બોર્ડરની ગુજરાત સરહદ પર લાગેલી સોડિયમ લાઇટોની રોશની હવે આવતા વર્ષે એલ.ઇ.ડી. લાઇટની ચાંદી જેવી રોશની જગમગતી દેખાશે. રાજસ્થાન પછી હવે ગુજરાતના કચ્છ સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાન સરહદ પર લાગેલી સોડિયમ લાઇટને હટાવીને એલ.ઇ.ડી. લાઇટ લગાવવાનું કામ શરૂ થઇ ગયું છે.

રાજસ્થાનમાં 2017-18માં સોડિયમ લાઇટ હટાવીને એલઇડી લગાવવાનું કામ શરૂ થયું હતું જે હવે પૂર્ણ થઇ ગયું છે. રાજસ્થાન પછી હવે ગુજરાતના કચ્છ રણ વિસ્તારમાં પણ 508 કિલોમીટરમાં 2970 પોલ પર 11800 સોડિયમ લાઇટ લાગેલી છે તે હટાવીને એલઇડી લાઇટ લગાવાશે. આવતા વર્ષે દિવાળીએ બોર્ડર પર પીળી રોશનીના બદલે ચાંદી જેવી રોશની ઝળહળી ઉઠશે. આવતી દિવાળી સુધી ફલ્ડ લાઇટ બદલવાનું કામ પૂર્ણ કરવાની નેમ પણ વ્યક્ત કરાઇ છે. પાકિસ્તાન સામેની 508 કીમી લાંબી સીમાએ એલઇડી નખાશે.

લાઇટીંગનું કામ ચાલુ થઇ ગયું છે
કચ્છ-ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદે લાઇટ બદલવાનું કામ ચાલુ થઇ ગયું છે. જેમ જેમ બજેટ આવતું જાય, તેમ તેમ કામગીરી આગળ ધપતી રહે છે. આ નિરંત પ્રક્રિયા છે. કચ્છની સીમા પર અન્ય કેટલાક કામ પણ આ રીતે ચાલી રહ્યા છે. > જી. એસ. મલિક (આઇ.જી.-બીએસએફ-ગુજરાત ફ્રન્ટીયર)

2009 કિ.મી.માં તારબંધી, દરેક જગ્યાએ એલઇડી લાગશે
પાકિસ્તાનથી ભારતની 3323 કિલોમીટર સરહદ જમીન પર લાગુ પડે છે, જેમાં ભારતને મોટાભાગમાં તારબંધી કરી નાખી છે. તારબંધી પર રાત્રે નજર રાખવા માટે ભારતે 2009 કિલોમીટર લંબાઇમાં ફલ્ડ લાઇટ લગાવાઇ છે. જેમાં પંજાબ, રાજસ્થાનમાં ફલ્ડ લાઇટ બદલવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. હવે ગુજરાતમાં આ કામગીરી 2022માં બાડમેરથી ગુજરાતના નડાબેટ એરીયાની બોર્ડર પર સોડિયમ લાઇટને બદલીને એલ.ઇ.ડી. લાઇટ લગાડવાનું શરૂ થશે.

Related posts

पहलीबार सामने आया ट्रेन के कोच को आइसोलेशन वोर्ड बनाने का वीडियो, राजकोट में 20 कोच तैयार

Rajkotlive News

દોષમાંથી મુક્તિ મેળવવા માટે ઋષિ પાંચમ કરવામાં આવે છે, આ દિવસે સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે

Rajkotlive News

बैठकों के बाद अचानक LNJP अस्पताल पहुंचे शाह, डॉक्टरों से की बात

Rajkotlive News