Breaking NewsWorld

ફોર્ડ, વોલ્વો અને મર્સિડીઝ સહિત વિશ્વની 6 મોટી કંપનીઓની જાહેરાત-2040થી પેટ્રોલ, ડીઝલની ગાડી નહીં બનાવે

 

ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ પ્રદૂષણ જેવા પડકારોનો સામનો કરવા માટે વિશ્વની 6 અગ્રણી કંપનીઓએ બુધવારે એક મોટો નિર્ણય લીધો છે. આ કંપનીઓએ આ નિર્ણય બ્રિટનના ગ્લાસ્ગોમાં ચાલી રહેલા COP26ની બેઠક બાદ લીધો છે. આ નિર્ણયને ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટે એક અસરકારક પહેલ તરીકે જોવામાં આવે છે.

સમિટમાં 2040 સુધી પેટ્રોલ-ડીઝલથી ચાલનારી ગેસોનું વેચાણ ધીમે ધીમે ખતમ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ફોર્ડ, મર્સિડીઝ-બેંઝ, જનરલ મોટર્સ અને વોલ્વો સહિત ગાડી બનાવનારી આશરે 6 મોટી કંપનીઓ આ અંગે સહમત થઈ છે. 31 દેશોની સરકારે ધીમે ધીમે વેચાણ બંધ કરાવની જાહેરાત કરી છે. જોકે ટોયોટા, વોક્સવેગન અને નિસાન-રેનોલ્ટ જેવી અનેક મોટી કાર ઉત્પાદક કંપની તેને માનવાથી ઈન્કાર કર્યો છે.

ગ્લાસ્કોમાં શુક્રવારે પૂરી થશે સમિટ
પર્યાવરણને બચાવવા માટે છેલ્લા 2 સપ્તાહથી ગ્લાસ્ગોમાં ચાલી રહેલી COP26 સમિટ શુક્રવારે પૂરી થશે. આ અગાઉ બુધવારે જળવાયુ પરિવર્તન પર નજર રાખનારી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ એક ડ્રાફ્ટ ઈશ્યુ કર્યો છે. તેમા તમામ દેશોમાંથી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન ઓછું કરવાનો લક્ષ્ય પર ફરી વિચાર કરવાની અપીલ કરવામાં આવી છે. ઈશ્યુ કરાયેલ દસ્તાવેજ એગ્રીમેન્ટની એક શરૂઆતી રૂપરેખા છે. ગ્લોબલ ક્લાઈમેટ સમિટ બાદ આશરે 200 દેશ વચ્ચે આ કરાર થયો છે. શુક્રવારે સમિટ ખતમ થઈ રહી છે.

Related posts

हाइड्रॉक्सीक्लोरोक्वीन के निर्यात से पूरी तरह रोक हटाने को मिली सरकार की मंजूरी

Rajkotlive News

विश्व में बसे गुजरातियों से सीएम का संवाद, कहा- आपके स्वजनों की चिंता कर रही है राज्य सरकार

Rajkotlive News

રાજ્યના ૯૬૮૫ પૈકી ૫૪૮૯ ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરાયો

Rajkotlive News