Breaking NewsWorld

પાક.ના નારાજ ચીફ જસ્ટિસે ઈમરાનને બે કલાકમાં કોર્ટમાં હાજર કર્યા, પૂછ્યું- સ્કૂલમાં આતંકી હુમલાની તપાસ ઢીલી કેમ? રિપોર્ટ આપો

 

પાકિસ્તાનની સુપ્રીમકોર્ટે પેશાવર આર્મી પબ્લિક સ્કૂલ આતંકી હુમલાની તપાસમાં સરકારની નિયત સામે સવાલ ઉઠાવતા વડાપ્રધાન ઈમરાન ખાનને સમન્સ પાઠવ્યાં હતાં. પાકિસ્તાન સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ગુલઝાર અહેમદે 16 ડિસેમ્બર, 2014ના રોજ આ હુમલાની તપાસ કરાવવા સુઓમોટો કરી હતી.

આ કેસમાં બુધવારે સવારે 10 વાગ્યે સુનાવણી શરૂ થઈ, તો સરકારી વકીલ સંતોષકારક જવાબ ના આપી શક્યા. તેથી ચીફ જસ્ટિસે નારાજ થઈને ઈમરાન ખાનને બે જ કલાકમાં હાજર થવાનો હુકમ કર્યો. આ આદેશ ખૂબ ઝડપથી વડાપ્રધાન કાર્યાલય મોકલાયો અને ઈમરાન ખાન 12 વાગ્યે સુપ્રીમકોર્ટમાં હાજર થયા.

આ કેસમાં સવારે સુનાવણી શરૂ થતાં બેન્ચે પૂછ્યું હતું કે પાછલી સુનાવણીના આદેશ વડાપ્રધાનને મોકલાયા છે કે નહીં? જવાબમાં એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને કહ્યું કે, ના. તેનાથી નારાજ ચીફ જસ્ટિસે ઈમરાન ખાનને બે જ કલાકમાં હાજર થવાનો આદેશ આપતા કહ્યું કે હવે અમે ખુદ વડાપ્રધાન સાથે વાત કરીશું.

પ્રજાને ઉપરવાળાના ભરોસે છોડી દેવાય છે, કાર્યવાહીનો મતલબ FIR નથી: સુપ્રીમ

Related posts

अयोध्या में स्नान करते वक्त गिर गए क्रिकेटर चेतेश्वर पुजारा के गुरु, स्पेशल विमान से राजकोट लाया गया

Rajkotlive News

વાવાઝોડા બાદ એસટી બસ વ્યવહાર પુનઃ શરૂ કરાયોઃ દીવ, ઉના, રાજુલાના રૂટ્સ બંધ

Rajkotlive News

આજે સિંધીઓની સંસ્કૃતિનું પર્વ એટલે ચેટી ચાંદ

Rajkotlive News