Breaking NewsWorld

અમેરિકાના 75% લોકો માને છે કે ફેસબુકના કારણે સમાજ વધુ બદતર થઈ રહ્યો છે

 

અમેરિકાના 75% લોકો માને છે કે ફેસબુકના કારણે સમાજ વધુ બદતર થઈ રહ્યો છે. તેમાંથી 45%નું માનવું છે કે આ માટે ફેસબુકની વિવિધ નીતિઓ જવાબદાર છે. તેમનું કહેવું છે કે ફેસબુક લોકોના જીવન માટે સારા કરતાં ખોટું વધારે સાબિત થયું છે.

સીએનએનએ પણ તમામ વયજૂથ, જાતિ અને લિંગના લોકોને સામેલ કરીને એક સરવે કર્યો હતો. તેમાં 50% લોકોએ કહ્યું હતું કે અમે એવા અનેક લોકોને જાણીએ છીએ જે ફેસબુકના ખોટા કન્ટેન્ટના શિકાર થયા છે. આ સરવેમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક સમર્થકો પણ સામેલ હતા.

તેમાંથી 61% લોકો 35 વર્ષથી ઓછી વયના હતા. ફેસબુકના કારણે સમાજ બદતર થયો છે, તેવું કહેનારામાં 44% રિપબ્લિકન અને 27% ડેમોક્રેટિક સમર્થક હતા. તેમાં 13% લોકોએ કહ્યું હતું કે ફેસબુકના કારણે સમાજ પર કોઈ ખોટી અસર નથી પડતી. તેમાં પોસ્ટ કરાતું કન્ટેન્ટ બિનઅસરકારક જ હોય છે.

ફ્રાન્સિસ સાક્ષી બનતા ફેસબુકની મુશ્કેલીઓ વધી
વ્હિસલ બ્લોઅર ફ્રાન્સિસ હોગને હાલમાં જ અમેરિકન સંસદમાં પોતાનાં નિવેદનો આપીને ફેસબુકની નીતિની ટીકા કરી હતી. તેમણે દસ્તાવેજી પુરાવા રજૂ કરીને કહ્યું હતું કે ફેસબુક તેના યુઝર્સની સુરક્ષાથી વધુ પોતાના નફાને વધુ મહત્ત્વ આપે છે. ફ્રાન્સિસે અમેરિકન સરકારના નિયમોને કડક કરવાની માંગ કરી છે. નોંધનીય છે કે ફેસબુકે છબિ સુધારવાના ભાગરૂપે તેની મૂળ કંપનીનું નામ ‘મેટા’ કરી દીધું છે.

Related posts

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પરિભ્રમણ માટે અમેરિકા મોકલવામાં આવેલા કળશ મંદિર નિર્માણ માટે અમદાવાદ પરત આવ્યા

Rajkotlive News

વલસાડમાં વિદ્યાર્થી પાસેથી લાંચ લેતા કોલેજનો કર્મચારી ઝડપાયો.

Rajkotlive News

शराब पीकर झूमते भाजपा पार्षद का वीडियो वायरल, बोले बोतल में शरबत था !

Rajkotlive News