Breaking NewsWorld

ચીનના જાસૂસોનો અમેરિકામાં પગપેસારો, સીઆઈએ લાચાર

 

અમેરિકી જાસૂસી એજન્સીઓ માટે ચીન હાર્ડ ટાર્ગેટ બની ગયું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પેંતરાને તોડી શકવામાં અમેરિકી ગુપ્તચર એજન્સીઓ નિષ્ફળ સાબિત થઇ રહી છે. એક ટોપ સિક્રેટ અમેરિકી ગુપ્ત રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ જો બાઈડેન માટે ચીન એક કોયડો બની ગયું છે. જોકે ચીને અમેરિકા પર તેનો જાસૂસીનો સકંજો કસી રાખ્યો છે.

અમેરિકાને ચીનના ઈરાદાઓ વિશે કંઇ ખબર પડતી નથી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન અનુસાર ચીને લગભગ બે દાયકા દરમિયાન એવું આયરન કર્ટન વિકસાવ્યું છે કે અમેરિકા તેને ભેદી શકી રહ્યું નથી. બોલ્ટન કહે છે કે જાસૂસીમાં અમેરિકા હવે મહદઅંશે સાઈબર અને એઆઇ પર નિર્ભર રહી ગયું છે. માનવીય ઈનપૂટ ઘટ્યું છે. ચીનમાં અમેરિકી જાસૂસ ખૂબ જ ઓછા રહ્યા છે.

5 મામલા જ્યાં અમેરિકાની નિષ્ફળતા દેખાઈ

ચીનનું હોંગકોંગ પર નિયંત્રણ: ચીને હોંગકોંગ પર તેની પકડ મજબૂત કરી છે. અમેરિકા ચીનના આ પગલા વિશે અંદાજ પણ ન લગાવી શક્યું.
દક્ષિણ ચીન સાગર : ચીને આ ક્ષેત્રમાં સૈન્યશક્તિ અનેકગણી વધારી છે. આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશોની પણ જાહેરમાં અવગણના કરે છે.
કોરોનાની ઉત્પત્તિ : કોરોનાની ઉત્ત્પત્તિ વિશે બાઇડેને જાસૂસી એજન્સીઓને કામે લગાડી પણ હજુ સુધી મજબૂત માહિતી નથી મળી.
ચીનની કંપનીઓ : અમેરિકામાં અન્ડરકટ ચીની કંપનીઓ પર રોક લગાવી શકાઈ નથી. અર્થતંત્ર પર નકારાત્મક અસર થઇ છે. ચીન આર્થિક રૂપે મજબૂત થઇ રહ્યું છે.
સાઈબર હુમલા : ચીનની સરકાર સમર્થિત હેકરોના સાઈબર હુમલા સતત વધી રહ્યા છે. અમેરિકા અને તેના સહયોગી દેશો પર આ હુમલા વધી રહ્યા છે અને તેના પર કોઈ અસરદાર રોક લાગી શકતી નથી. ચીની હેકર અમેરિકી સંરક્ષણ અને વ્યાપારિક સંસ્થાનો પર અનેકવાર સાઈબર હુમલા કરે છે. અમેરિકા તેનો તોડ શોધી શક્યું નથી.
ચીની બોલનારા જાસૂસી ઓછા
ગુપ્ત અહેવાલમાં સામે આવ્યું કે અમેરિકા પાસે ચીની ભાષા(મંદારિન) બોલનારા જાસૂસોની સંખ્યા ઓછી છે. એવામાં અમેરિકી જાસૂસોનો દાયરો મર્યાદિત થઈ રહ્યો છે. સત્તાના ગલિયારામાં પણ અમેરિકી જાસૂસ મહત્ત્વપૂર્ણ સૂચનાઓ એકત્રિત નથી કરી શકતા.

Related posts

गुजरात : लॉकडाउन में छूट मिलते ही हेयर सलून में भीड़, पीपीई किट पहनकर काटे गए बाल

Rajkotlive News

सोशियल डिस्टेंस के लिए ऑटो चालक ने किया ऐसा जुगाड़, लोग दुगुना भाड़ा देने को तैयार

Rajkotlive News

અનિરછનીય ગર્ભને રોકવાના વિવિઘ ઘરેલું ઉપાયો. જાણો કેવી રીતે અટકાવી શકાય અનિરછનીય ગર્ભને ?

Rajkotlive News