Breaking News World

કોરોનાથી અમીર-ગરીબ વચ્ચે ખાઈ વધી, ધાક જમાવવા લોકો ઝઘડા કરે છે, હોસ્પિટલ-રેસ્ટોરન્ટમાં પણ ગુસ્સે નહીં થવાના બોર્ડ લાગ્યાં

 

કોરોના મહામારીથી દુનિયાભરમાં ચીડિયાપણું વધી ગયું છે. લોકો નાની નાની વાતોમાં સંતુલન ગુમાવી દે છે અને ઝઘડો કરી બેસે છે. તેનું મોટું કારણ દુનિયાનું બદલાયેલું સ્વરૂપ છે. હવે જીવન કોરોના પહેલાં જેવું નથી રહ્યું. લોકોની જીવનપદ્ધતિ અને રીતભાત બદલાઈ ગયાં છે.

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરવા મુદ્દે એક મહિલાએ કર્મચારીઓ પર બંદૂક તાણી દીધી હતી. ટેક્સાસમાં એક મહિલા ગ્રાહકે વેઈટર સાથે નાનકડી વાતમાં હાથાપાઈ કરી દીધી. આ તો થોડાં ઉદાહરણ છે, જે કોરોનાકાળમાં અને હવે મહામારી જઈ રહી છે, તોપણ વધી રહી છે.

દુનિયાભરના વિવિધ સમાજોમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે. લાગે છે કે લોકો શાલિનતાથી વ્યવહાર કરવાનું ભૂલી ગયા છે. વકીલ, ફ્લાઈટ એટેન્ડન્ટ અને રેસ્ટોરન્ટ કર્મચારીઓ ઝઘડાળુ ક્લાયન્ટ્સની ફરિયાદો કરી રહ્યા છે. અમેરિકન એજન્સી એફએએએ આ વર્ષે ઝઘડાળુ વિમાન પ્રવાસીઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

Related posts

40 फिट गहरे कुंए में गिरा ऊंट, 7 घंटे की जहमत बाद फायर विभाग ने ऐसे किया रेस्क्यू

Rajkotlive News

यहां लगाया गया TikTok पर बैन, शादी से पहले ही टूट रहे हैं रिश्ते

Rajkotlive News

જૂનાગઢમાં પોલીસે બાળ લગ્ન અટકાવ્યાં.

Rajkotlive News