Breaking News World

બાંગ્લાદેશમાં હિન્દુ વસતી ચાર દાયકામાં 5 ટકા ઘટી

 

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા, મંદિરોમાં તોડફોડ અને આગચંપીના બનાવ વધી રહ્યા છે. આવા માહોલમાં બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર હુમલાનો મુદ્દો પ્રાથમિકતાથી ઉઠાવાયો નથી. તેનું મોટું કારણ એ છે કે છેલ્લા 4 દાયકામાં ત્યાં હિન્દુઓની વસતી 5% ઘટીને 13.5%થી માત્ર 8.5% થઇ ચૂકી છે.

મોટી સંખ્યામાં હિન્દુઓ ભારતમાં સ્થાયી થઇ ગયા છે. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ માટે સૌથી મોટું જોખમ છે રાજકીય રીતે હાંસિયામાં ધકેલાઇ જવું. પરંપરાગત રીતે બાંગ્લાદેશમાં હિન્દુ મતદારો સત્તારૂઢ આવામી લીગના સમર્થક રહ્યા છે.

વડાંપ્રધાન શેખ હસીના પોતાને ધર્મનિરપેક્ષ ગણાવી હિન્દુઓને સુરક્ષા પૂરી પાડવાનું વચન તો આપે છે પણ હુમલા અસરકારક રીતે રોકી શકતાં નથી. વિરોધાભાસ તો જુઓ કે આવામી લીગ 2009થી સત્તા પર છે પરંતુ હુમલા સતત થઇ રહ્યા છે. બાંગ્લાદેશી લઘુમતીઓના સંગઠન બીએચબીસીયુસીના રાણા દાસગુપ્તાનું કહેવું છે કે હિજરતને કારણે હિન્દુઓની વસતી સતત ઘટી રહી છે.

સુરક્ષા આપવાનાં વચનો માત્ર વાતો બની રહ્યાં
ડાબેરી ઝોકવાળા પક્ષ ગણસમિતિ આંદોલનના જુનેદ સાકીનું કહેવું છે કે સત્તારૂઢ આવામી લીગ લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓને સુરક્ષા આપવાની બસ વાતો કરે છે. વાસ્તવમાં આ સુરક્ષા ક્યાંય નથી દેખાતી. આ વચનો માત્ર વાતો સાબિત થયાં છે. હિન્દુઓ પર હુમલા એક ચોક્કસ પેટર્નથી થાય છે. સોશિયલ મીડિયા પર કોઇ કન્ટેન્ટ પોસ્ટ કરાય છે અને તેને ઇસ્લામવિરોધી ગણાવાય છે. પછી કટ્ટરવાદી સંગઠનો હિન્દુઓ પર હુમલાનું ફરમાન જારી કરે છે અને તે પછી હુમલા શરૂ થઇ જાય છે. બીજી તરફ સરકારના પક્ષેથી માત્ર બયાનબાજી થતી રહે છે. લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પણ હવે આ વાત સમજી ચૂક્યા છે પણ રાજકીય રીતે હાંસિયામાં ધકેલાઇ ચૂક્યા હોવાના કારણે કંઇ કરી શકતા નથી.

Related posts

ભારતના છ સ્થળોનો યુનેસ્કોની વિશ્વની હેરિટેજ યાદીમાં કરાયો સમાવેશ..

Rajkotlive News

पीटना चाहो तो सरेआम पीट लो, लेकिन जुर्माना नहीं दूंगा’, गुजरात में कार चालक का आक्रोश

Rajkotlive News

ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, નર્મદાના તિલકવાડામાં 3, ઇડરમાં 2 કલાકમાં દોઢ ઇંચ

Rajkotlive News