Breaking News Dwarka Gujarat Jamnagar Railway Saurashtra Special

181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી….

વિકાસ ગૃહ માંથી ભાગી નીકળેલી દીકરીને ફરી વિકાસગૃહની ટીમને સોંપતી ખંભાળિયાની અભયમ ટીમ… દ્વારકા રેલ્વે પોલીસ ( આરપીએફ ) માંથી 181માં ગઈ કાલે એક કોલ આવેલ કે એક દીકરી મળી આવી છે જેમની આપ કોઈ મદદ કરો..ત્યારે ખંભાળિયાની અભયમ ટીમ દ્વારકા ખાતે પહોંચી.. એ દીકરીનું કાઉન્સેલિંગ કરતાં જાણ થય કે તે દિકરી મૂળ કર્ણાટકની છે. તેના માતા- પિતા આ દુનિયામાં નથી રહ્યા.તે દિકરી તેના કાકા-કાકી સાથે કર્ણાટક રહેતી હતી આજથી એક મહિના પેલા તેને તેના ફય અને ફુવા કે જેઓ ખંભાળિયા ખાતે રહે છે તેઓ અહી સારી રીતે રાખીશું એમ કહી અહી લઈ આવેલા. દીકરીને તેમના ઘરે ઘર કામ વધુ કરાવતાં , હેરાનગતિ કરવામાં આવતા તથા તેઓ ફોન પર દિકરી ને વહેચવાની વાત કરતા દિકરી સાંભળી ગઇ અને ત્યાંથી ભાગી ગઈ.

ત્યારબાદ પોલીસની મદદથી તેને વિકાસ ગૃહ જામનગર ખાતે CWC ના આદેશથી રાખેલ. દીકરી 4/10/21ને સોમવાર એ વિકાસ ગૃહ ખાતે જામનગર આવેલી ત્યાંથી ગઈ કાલે સવારે અંદાજિત 7 એક વાગે વિકાસ માંથી ભાગી ગઇ અને રેલવે સ્ટેશન પહોંચી જયપુર દ્વારકા ટ્રેનમાં બેસી ગઈ અને હાલ 12:30 એ દ્વારકા ખાતે પહોંચી જ્યાં તેઓને રેલવે પોલીસ એ મદદ કરી અને 181 માં કોલ કરી દિકરી માટે મદદ માગી. 181 ની ટીમ દ્વારકા ખાતે પહોંચી અને દીકરીનું કાઉન્સેલિંગ કરેલ અને દીકરીને પૂછતાં બહાર આવ્યું તે વિકાસ ગૃહ જામનગર માંથી ભાગી ગઇ છે. હાલ તેને સમજાવી અને 181ની ટીમ એ વિકાસ ગૃહ નો સંપર્ક સાધ્યો અને વિકાસ ગૃહની ટીમ ને સોંપવામાં આવેલ. આમ દીકરીને મદદ કરી અને દીકરીને 181ની ટીમનો આભાર વ્યક્ત કર્યો અને હવે તેઓ નહી ભાગે તેવું પણ જણાવેલ.

ખંભાળિયાની ટીમમાં કાઉન્સેલર પૂર્વી પોપટ, કોન્સ્ટેબલ ઈલાબા જેઓની મદદથી બાળકી પરત વિકાસ ગૃહ ખાતે મોકલી આપવામાં આવી.

ઉલ્લેખનીય છે રાજ્યસરકારની બહેનો માટે રક્ષણ માર્ગદર્શન મદદ કાઉન્સેલીંગ સલામત જીવન વગેરે માટે ની મહિલા હેલ્પલાઇન અને હેલ્પ લાઇન ની વ્યવસ્થા રાજ્યભરમા મુશ્કેલીમા હોય તેવી દીકરીઓ બહેનો મહિલાઓ વૃદ્ધાઓ માટે અવિરત કાર્ય રત છે ત્યારે સૌરાષ્ટ્ર ના કઔર્ડીનેટર તુષાર બાવરવા ના માર્ગદર્શન હેઠળ મોટીવેટેડ અને ઉત્સાહી સ્ટાફ લગત પોલીસ વિભાગ અને સંસ્થાઓ સાથે સંકલન કરી ખરા અર્થમા સ્રીઓ ને “અભયમ” પુરૂ પાડે છે જે સમાજમા સદભાવ સલામતી સ્રી રક્ષા માટે ખુબ જ મહત્વનુ પ્રદાન ગણાય છે તેમ સમીક્ષકોએ નોંધ લીધી છે.

 

Related posts

રાશિફળ : 20/09/2021

Rajkotlive News

13 वर्षीय किशोरी की कोरोना से मौत, मृतदेह छूने कोई तैयार नहीं होने के पर 22घंटे बाद अंतिमसंस्कार..

Rajkotlive News

જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવને લઇને સરકારનો મહત્વનો નિર્ણય.

Rajkotlive News