Sports

IPL 2021: એક ઓવરમાં ૧૩ રન ફટકારી ધોનીએ ટીમને ફાઇનલમાં પહોંચાડી

ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હીને 4 વિકેટથી હરાવીને IPLની ફાઈનલમાં 9મી વાર પ્રવેશ મેળવી લીધો છે. CSKના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલી બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 172 રન કર્યા હતા. DC તરફથી રિષભ પંત તથા પૃથ્વી શોએ અર્ધસદી નોંધાવી હતી. જેના જવાબમાં ચેન્નઈએ 2 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 4 વિકેટથી મેચ જીતી લીધી હતી.

સુકાની મહેન્દ્રસિંહ ધોની એ છેલ્લી ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક મારી ચેન્નઈને 9મી વાર ફાઇનલમાં પહોંચાડી દીધી હતી. ઘણા લાંબા સમયે ધોનીએ પોતાનું ‘ફીનીશર્સ’નું ફોર્મ ફાઈનલ મેચ પહેલા પાછું મેળવી લીધું છે તેમ કહી શકાય. જોકે દિલ્હી પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક રહેલી છે. દિલ્હીની મેચ હવે ક્વોલિફાયર-2માં એલિમિનેટર મેચ RCB v/s KKRના વિજેતા સામે 13મી ઓક્ટોબરે રમાશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે લક્ષ્ય અશક્ય બની રહ્યું હતું. પરંતુ, જ્યાં સુધી માહી ક્રિઝ પર હતી ત્યાં સુધી બધું શક્ય હતું. એવું જ થયું. CSKને છેલ્લા 6 બોલમાં દિલ્હી કેપિટલ્સ સામે જીતવા માટે 13 રનની જરૂર હતી. ઓવરના પહેલા બોલ પર વિકેટ પડી હતી. દબાણ છતા ધોની શાંત હતો અને પછી તેણે તે કામ કર્યું જેના માટે તે ક્રિકેટ જગતમાં પ્રખ્યાત છે. પોતાની સ્ટાઇલમાં ગેમ ફિનીશ.

દિલ્હી સામેની મેચ પૂરી કરવા માટે છેલ્લા બોલ સુધી રાહ જોવી પડી ન હતી. તેના બદલે, 2 બોલ અગાઉ ચેન્નાઇએ પ્રથમ ક્વોલિફાયરની કસોટી પાર કરીને ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. IPLની પીચ પર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ કામ ધોનીએ કર્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી પણ તેને આમ કરતો જોઈને ખૂશીથી ઉછળી પડ્યો હતો.

Related posts

गुजरात सरकार ने शिक्षकों को सौंपा टिड्डियां भगाने का काम, देखे विडियो

Rajkotlive News

IPL 2021: પ્લે ઓફ માટેની ચાર ટીમ નક્કી, આ બે ટીમ માટે પ્રથમ વખત ટાઈટલ જીતવાની સુંદર તક

Rajkotlive News

ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતી ચૂકેલા સુશીલ કુમાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર.

Rajkotlive News