Special

ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ખેડૂતો કરી રહ્યા છે લાખોની કમાણી, યુવાનોને પણ કરી રહ્યા છે પ્રેરિત

દરવર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે. સાથે જ પરંપરાગત ખેતીમાં હવે પહેલા જેટલો નફો મળતો નથી. આ બધાની વચ્ચે વિશેષજ્ઞોની સલાહ પર ખેડૂતો નવી ખેતી તરફ વળ્યા છે. અને સારો એવો નફો મેળવી રહ્યાં છે.

ઉત્તરપ્રદેશના ચંદોલીના ચહનિયા બ્લોકના જયંત સિંહ અને અનૂપ કુમાર મિશ્રા પહેલા ઘઉં અને બાજરી જેવી પરંપરાગત પાકની ખેતી કરતા હતા. પરંતુ તેમને કોઇ ખાસ નફો મળતો નહતો. એવામાં વર્ષ 2017થી બન્નેએ મરચાની ખેતી સહિતના ખેતીમાં પોતાનું નસીબ અપનાવ્યું.

ચંદોલીના હરધન ઝૂડા ગામના રહેવાસી જયંત સિંહ કહે છે કે અમે પહેલા પરંપરાગત ખેતી પર નિર્ભર હતા. પરંતું તેમાં પરિવારનું ભરણ-પોષણ કરી શકવું મુશ્કેલ હતું. વર્ષ 2017માં અમે આધુનિક ખેતીની તરફ વળ્યા. પહેલા પપૈયાની ખેતીથી શરૂઆત કરી. તેમાં અમને સારો નફો મળ્યો. પછી અમે મરચા સહિતની શાકભાજીની ખેતી કરી.

દેવડા ગામના રહેવાસી અનુપ મિશ્રાની 2013માં ટાટા સ્ટીલમાં નોકરી ગઇ. તેમને 4 વર્ષ સુધી નોકરી કરી પરંતુ તેમને પારિવારિક કારણોથી પોતાની નોકરી છોડવી પડી. તેમને પહેલા 3 એકરમાં પપૈયાની ખેતી કરવાનું શરૂ કર્યું. જેનાથી તેમને સારો એવો નફો મળ્યો. બાદમાં અનુપ અને જયંત સિંહે મળીને આધુનિક ખેતી કરવા લાગ્યા.

જયંત સિંહ અને અનુપની સફળતાને જોઇને વિસ્તારના અન્ય યુવાઓ પણ પ્રેરિત થઇ રહ્યાં છે. અને સારો એવો અભ્યાસ કરેલા લોકો પણ આધુનિક ખેતી કરી રહ્યાં છે. આધુનિક રીતે ખેતી કરવાથી સારો એવો નફો મળી રહ્યો છે. જયંત સિંહ અનુસાર પ્લાનિંગ કરી ખેતી કરવાથી સારો એવો નફો મળે છે.

Related posts

માલદીવના અડ્ડ શહેરમાં ખોલવામાં આવશે ભારતીય દુતાવાસ.

Rajkotlive News

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠનને વધારે મજબુત બનાવશે.

Rajkotlive News

જો તમે પણ માટલા નું પાણી પીતા હોવ તો જાણી લો આ વાત.

Rajkotlive News