Sports

IPL 2021: પ્લે ઓફ માટેની ચાર ટીમ નક્કી, આ બે ટીમ માટે પ્રથમ વખત ટાઈટલ જીતવાની સુંદર તક

IPL 2021ની પ્લે ઓફ માટેની 4 ટીમો ફાઇનલ થઇ ગઇ છે. ચોથા સ્થાન માટે મુંબઇ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જોરદાર ખેંચતાણના અંતે પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઇ પ્લે ઓફની લીસ્ટમાંથી બહાર ફેંકાઇ ગઇ છે. શુક્રવારે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફમાં પહોંચવા માટે હૈદરાબાદને 170 કરતા વધુ રનથી હરાવવાનું હતું. જેથી કોલકત્તા કરતા મુંબઇનો રન રેટ સારો થાય. બંને ટીમોના 14-14 પોઇન્ટ છે પરંતુ કોલકત્તાનો નેટ રન રેટ +0.587 હોવાથી કોલકત્તા અંતિમ ચારમાં સ્થાન મેળવી લીધું છે.

મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતને બેંટિગ પસંદ કર્યું હતું. તેના બેટરોએ તાબડતોડ બેટિંગ કરી હતી. ઇશાન કિશને 16 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે પણ શાનદાર બેટિંગ કર્યું હતું. પરંતુ તેમ છતાં હૈદરાબાદને 65ના સ્કોર સુધી રોકી રાખે ત્યારે મુંબઇની ટીમને પ્લે ઓફમાં સ્થાન મળે તેમ હતું. મુંબઇએ જીત મેળવી પણ ખરાબ રનરેટને કારણે બહાર ફેંકાઇ ગઇ હતી.

પ્લે ઓફમાં પહોંચેલી 4 ટીમમાં દિલ્હી કેપિટલ પ્રથમ સ્થાને છે. જ્યારે ધોનીની કપ્તાનીવાળી ચેન્નઇ સુપરકિંગ બીજા સ્થાને, વિરાટની આગેવાનીવાળી બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાન પર કોલકત્તાની ટીમ છે. ટોપ 2માં રહેલી બે ટીમોને ફાઇનલમાં પ્રવેશ મેળવવાની વધુ તક મળશે. પ્લેઓફમાં ટોપ બે ટીમમાંથી જે જીતશે તે સીધી ફાઇનલમાં એન્ટ્રી મેળવશે. જ્યારે અંતિમ બે ટીમોમાંથી જે હારશે તે ફાઇનલની રેસમાંથી બહાર નિકળી જશે. ટોપ 2 અને છેલ્લી બે ટીમો વચ્ચેની મેચમાંથી જે જે જીતશે તે ટીમો ફરીથી એકબીજા સામે ટકરાશે. તેમાંથી જે ટીમ જીતશે તે ફાઇનલમાં પહોંચશે.

બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને દિલ્હી કેપિટલ માટે IPLનું ટાઇટલ પ્રથમ વખત જીવવાની સુંદર તક છે. બંને ટીમો ફાઇનલની નજીક પહોંચી ચુકી છે. ચેન્નાઇ અને કોલકત્તાની ટીમો ભૂતકાળમાં ચેમ્પિયન રહી ચૂકી છે. પ્લે ઓફની પ્રથમ મેચ 10 ઓક્ટોબરે દિલ્હી કેપિટલ અને ચેન્નાઇ સુપરકિંગ વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ એલિમિનેટર 11 ઓક્ટોબરે બેંગ્લોર અને કોલકત્તા વચ્ચે રમાશે. બીજી ક્વોલિફાયર મેચ 13 ઓક્ટોબરે શારજહાંમાં રમાશે. જ્યારે ફાઇનલ મેચ 15 ઓક્ટોબરના રોજ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

Related posts

આજથી ઇન્ડિયાનો એક તહેવાર એટલે કે આઇ.પી. એલ.નો પ્રારંભ .

Rajkotlive News

ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી સચિન તેંડુલકર કોરોનાની ઝપેટમાં

Rajkotlive News

ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે શાનદાર જીત :

Rajkotlive News