Breaking News Gujarat Helth India Life style Morbi Rajkot Saurashtra Special Viral World

*મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ કરેલ સેવાપ્રવૃતિ નિમિત્તે ભવનના ત્રણેય અધ્યાપકોને નેશનલ એવોર્ડ.*

*મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ કરેલ સેવાપ્રવૃતિ નિમિત્તે ભવનના ત્રણેય અધ્યાપકોને નેશનલ એવોર્ડ.*

*મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ કરેલ સેવાપ્રવૃતિ નિમિત્તે ભવનના ત્રણેય અધ્યાપકોને નેશનલ એવોર્ડ…*

ડૉ. ધારા આર. દોશીને સોશિયલ એક્ટીવીસ્ટ એવોર્ડ

ડૉ. ડિમ્પલ જે. રામાણીને યંગ સોશીયલ સાયન્ટીસ્ટ એવોર્ડ

ડૉ. હસમુખ એમ. ચાવડાને સોશિયલ હાર્મની એવોર્ડ

ઉદયપુરની નેશનલ બદલાવ સંસ્થાન તરફથી મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોને સેવા કાર્ય નિમિતે જુદા જુદા ત્રણ એવોર્ડ એનાયત થયા.

તારીખ 19 સપ્ટેમ્બરના રોજ લોકતંત્રી સમાજ પર કાયદાનો રોલ વિષય પર નેશનલ વેબીનાર બદલાવ સંસ્થાને યોજ્યો હતો.

આ સંસ્થા દર વર્ષે દેશભરમાં સારું સમાજ કાર્ય કરનારને જુદા જુદા એવોર્ડ આપીને સન્માનિત કરતી હોય છે. ગયા વર્ષે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષને બેસ્ટ સ્કોલરનો એવોર્ડ આ સંસ્થા દ્વારા આપવામાં આવેલ. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક *ડો.ધારા આર.દોશી* ને કોરોના પોઝીટીવ હોવા છતાં અને માતા આઈ.સી.યુ.માં હોવા છતાં સતત ટેલિફોનિક કાઉન્સેલિંગ કરતા રહ્યા હતા અને સતત સમાજના લોકોને માનસિક સધિયારો આપી રહ્યા હતા તેની નોંધ આ સંસ્થાએ લીધી અને તેમને સોશિયલ એક્ટિવિસ્ટનો એવોર્ડ ઘોષિત કર્યો.

*ડૉ. ડિમ્પલ રામાણી* એ પણ બીજી લહેર વખતે સતત કાઉન્સેલિંગ દ્વારા લોકોને મદદ કરી હતી. કોરોના કેર સેન્ટરમા 6 વર્ષની કોરોના પોઝિટિવ બાળકીને ડાન્સ કરાવીને સતત હસતી રાખેલ ઉપરાંત ‘ પ્રેગનેંટ સ્ત્રીનું ‘ કાઉન્સેલિંગ કરીને તેમનું મનોબળ વધારેલ તે બદલ બદલાવ સંસ્થાને તેમને યંગ સોશિયલ સાયન્ટિસ્ટ એવોર્ડની ઘોષણા કરીને બિરદાવ્યા હતા.

*ડૉ. હસમુખ ચાવડા* એ જેમનું ઓક્સિજન ઘટી ગયેલ તેવા દર્દીઓને ઓટોસજેશન ટેક્નિકથી કાઉન્સેલિંગ કરીને ઓક્સિજન લેવલ વધારેલ ત્યારે ડોક્ટર પણ અચમ્બામાં પામેલ. મનોવિજ્ઞાન ભવનની ટીમ ગામડામાં સ્વખર્ચે ગઈ અને લોકોને વેક્સીન માટે જાગૃત કરેલ અને અંધશ્રદ્ધા દૂર કરેલ તે તમામ સેવાઓને સંસ્થાના લોકોએ બિરદાવી હતી અને મનોવિજ્ઞાન ભવનને ખોબલે ખોબલે અભિનંદન આપેલ. બદલાવ સંસ્થાના ડૉ. રાજશ્રી ચૌધરી, ડૉ. એ આર. લોહીયા, ડૉ. મોનીકા દવે, ડૉ. રાજૂઈ ધાબાઈ અને શ્રી રામ આર્યએ ત્રણેય અધ્યાપકો, અધ્યક્ષ અને વિદ્યાર્થીઓની સામાજિક સેવાને બિરદાવતા ગર્વ અનુભવેલ.

મનોવિજ્ઞાન ભવનના ડૉ. ધારા આર. દોશી, ડૉ. ડિમ્પલ જે.રામાણી અને ડૉ. હસમુખ એમ. ચાવડાને જુદા જુદા ત્રણ એવોર્ડ મળ્યા ઉપરાંત દેશમાં એક જ સંસ્થાના ત્રણ લોકોને એક સાથે મળ્યા તેનો રેકોર્ડ સર્જાણો તે બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિશ્રી ડૉ. નીતિન પેથાણી, ઉપકુલપતિશ્રી ડૉ. વિજય દેશાણી, સુટાના પ્રમુખ ડૉ. કલાધર આર્ય, ભવન અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ તથા અન્ય સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પરિવારના સભ્યોએ ગૌરવની લાગણી અનુભવી અને ત્રણેય અધ્યાપકોને અભિનંદન પાઠવેલ.

 

Related posts

તાલિબાને તપાસના નામે વિમાન અટકાવ્યાં, ફસાયેલા લોકોએ વધુ રાહ જોવી પડી શકે

Rajkotlive News

ન્યૂઝીલેન્ડ સફેદ વાદળોની ભૂમિ

Rajkotlive News

वसुंधरा ने दिल्ली में डाला डेरा, नड्डा के बाद राजनाथ से मुलाकात ने बढ़ाई सियासी सरगर्मी

Rajkotlive News