Breaking News Gujarat Junagadh Rajkot Saurashtra

જૂનાગઢ : પાર્કિંગ પોલિસી મામલે મનપાની શહેરીજનો સાથે વિક્રમ-વેતાળની રમત 

૨૦૦૫ના પાર્કિંગના જાહેરનામા અંગે અરજદારે માગ્યો ખુલાશો

તત્કાલીન સમયમાં પાર્કિંગ માટે નિર્ધારિત કરાયા હતા પોઇન્ટ,બàઘી વાતો રહી કાગળ પર

જૂનાગઢમાં પાર્કિંગની વિકરાળ સમસ્યા હંમેશાથી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા વાહન પાર્કિંગ સંબંધિત પાર્કિંગ પોલીસી નક્કી કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આ મામલે શહેરના એક જાગૃત નાગરિક દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરાઈ છે કે નવી પોલિસી લાગુ કરતા પહેલા પાર્કિંગ સંબંધિત વર્ષ ૨૦૦૫ના જાહેરનામાનો અમલ કરવામાં આવે અને શા માટે તેમને અત્યાર સુધી લાગુ ન કરાયો, જેની તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી હાથ ધરાય.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં જૂનાગઢમાં પાર્કિંગ સમસ્યાને દૂર કરવા માટે જિલ્લા મેજેસ્ટ્રીટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં પાર્કિંગ માટે ૫૪ પોઇન્ટ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેનો અમલ આજ દિન સુધી કરાયો નથી. ત્યારે અરજદારની રજૂઆત બાદ મનપા કેટલી હરકતમાં આવે છે એ જોવું રહ્યું.

Related posts

આજથી શ્રાદ્ધ પક્ષનો આરંભ

Rajkotlive News

अभी तक के सभी सुपर स्टार के डुप्लिकेट बन गए टिक टोक स्टार। देखिए सभी डुप्लीकेट स्टार के वीडियो।

Rajkotlive News

तक्षशिला अग्निकांड के तीन अधिकारियों की जमानत मंजूर, एक साल तक थाने में देनी होगी हाजरी

Rajkotlive News