Breaking News Gandhinagar

મુખ્યમંત્રીનો નિર્ણય

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો, સામાન્ય પ્રજાજનો, મંત્રીઓ, અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાએ મળી શકે તેવા પ્રજાહિતકારી અભિગમથી નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-1,2 માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતી પ્રવેશની પદ્ધતિ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે સામાન્ય પ્રજાવર્ગો-નાગરિકો કોઇપણ હાલાકી વિના સરળતાએ મંત્રીઓ, સરકારી અધિકારીઓને મળી શકે તે માટે આ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેની સૂચનાઓ જારી કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે, મંગળવાર તા 21 સપ્ટેમ્બર 2021થી કામકાજના દિવસો દરમ્યાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણના પરિણામે માર્ચ 2020થી નવા સચિવાલય સંકુલમાં મુલાકાતી પ્રવેશ પર મુકવામાં આવેલા આ નિયંત્રણો હવે કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

Related posts

पासपोर्ट कचहरी का सराहनीय काम, पति की मौत से दुःखी महिला का आधे घंटे में बनाया पासपोर्ट

Rajkotlive News

બુલેટ ટ્રેન પરિયોજના અંતર્ગત ગુજરાતમાં ૫% જ જમીન અધિગ્રહણ બાકી.

Rajkotlive News

गुजरात : कोंग्रेसी विधायक के बेटे द्वारा फायरिंग किए जाने के वीडियो वायरल, जांचमे जुटी पुलिस

Rajkotlive News