Breaking News Gujarat

ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મમાં દારૂની મહેફિલમાં બબાલ થતાં ગોળીબાર કર્યા બાદ યુવકે મિત્રોને જાણ કરી ફરાર થઈ ગયા હતા

 

વાસણા હડમતિયાના સામ્રાજ્ય ફાર્મમા શુક્રવારની મોડી રાત્રે 8 મિત્રોની દારૂની મહેફિલ ચાલી હતી. બાદમા સામાન્ય બબાલમા મહેફિલમા બેઠેલા એક મિત્રએ પોતાની પાસે રહેલી પિસ્તલમાંથી ગોળી ચલાવતા કોંગી આગેવાન અને ફાર્મના ગણોતિયા માલિકનું મોત થયું હતું. આ બનાવ બાદ ગોળી ચલાવનારે ફોન કરીને અન્ય મિત્રોને જાણ કરી હતી. જેથી તેને પરત બોલાવતા પરત આવ્યા હતા. પરંતુ બાદમાં બબાલ થતા મર્સિડીઝ કાર લઇને બે આરોપી ફરાર થઇ ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી સામ્રાજ્ય ફાર્મને લઇને માથાકૂટો ચાલતી હતી. ત્યારે આ ફાર્મના ડખાનો ઉકેલ લાવવા માટે બેઠક મળી હતી.

જેમા પહેલા દારૂની મહેફિલ કરી હતી. બેઠકમા માલિક પ્રવિણભાઇ કલ્યાણભાઇ માણિયા (રહે, સરગાસણ, મૂળ ભાવનગર) અને તેમના મિત્રો જયદીપસિંહ સોનુસિંહ ગોહિલ (રહે, રોહિણી, તારાપુર), તરૂણસિંહ અશોકસિંહ ઝાલા (રહે, કંથારીયા, સુરેન્દ્રનગર), હરપાલસિંહ જશવંતસિંહ સરવૈયા (રહે, જેસર, ભાવનગર), જનક અનકભાઇ વિંછીયા (રહે, રબારીકા, જેસર, ભાવનગર), સંતોષ સોડાભાઇ ચોસલા (ભરવાડ)મોહિત અમરતભાઇ રબારી (રહે, જોધપુર ગામ, અમદાવાદ) અને જયરાજસિહ દિગ્વિજયસિંહ રાણા (રહે, કંથારીયા, ચૂડા) હાજર રહ્યા હતા.

Related posts

ગુજરાતીઓની આતુરતાનો અંત : ગુજરાતનાં 17 માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યાં, 

Rajkotlive News

ત્વચા માટે ખુબ ફાયદાકારક છે કાચું દૂધ, આ રીતે કરો પ્રયોગ દૂધના અનેક ફાયદા, આયુર્વેદમાં પણ દૂધ ના ગુણો નો ઉલ્લેખ.

Rajkotlive News

दो साल से किशोरी को हवस का शिकार बनाता था सौतेला पिता, गर्भवती होने पर फूटा भंडा, गिरफ्तार

Rajkotlive News