Breaking News Gujarat

ભુજમાં ભારે વરસાદ

 

આસો માસને આડે હવે એક પખવાડિયું રહ્યું છે પણ કચ્છમાં જાણે અષાઢી માહોલ હોય તેમ છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા વરસી રહ્યા છે. સોમવારે અંજાર તાલુકાના ભીમાસરમાં ચાલુ ચોમાસે વિક્રમી કહી શકાય તેમ અઢી કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ગામ પાણી પાણી થઇ ગયું હતું. ભુજ તાલુકાના મોખાણા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ભારે ઝાપટા પડ્યા હતા. ગાંધીધામમાં બપોર બાદ સમયાંતરે ઝાપટા રૂપે પોણો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું તો ભચાઉ તાલુકાના કકરવામાં વધુ દોઢ ઇંચ જેટલી મહેર થઇ હતી.

અંજાર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ભીમાસર-પશુડા માર્ગ ઉખડી જતા પશુડા ગામ સંપર્ક વિહોણું થઈ જતા ફસાયેલા લોકોએ તંત્ર સમક્ષ મદદ માંગી હતી. આ અંગે મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના ભીમાસર (ચ) અને આસપાસના ગામોમાં બપોરે 2-30 વાગ્યાના આસપાસથી જ જોરદાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. જે સાંજે 5 વાગ્યા સુધી સતત પડતો રહ્યો હોવાથી અંદાજિત 5 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ભારે વરસાદના કારણે ભીમાસરથી પશુડા જતા માર્ગ પર આવતી પાપડી પાસેથી જાણે નદી વહેતી હોય તે પ્રકારે વરસાદી પાણી વહેવાનું શરૂ થઈ જતા માર્ગ ઉખડી ગયો હતો. જેથી અનેક લોકો માર્ગના બંને તરફથી ફસાઈ ગયા હતા. ભીમાસર ગામના આગેવાન મનજીભાઈ આહિરે જણાવ્યું હતું કે, ઇતિહાસમાં પહેલીવાર ભીમાસર ગામ પાસેથી માર્ગ ઉખડવાનો બનાવ બન્યો છે. મુશળધાર વરસાદના કારણે આ બનાવ બન્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉખડમોરા તેમજ ચાંદ્રાણી વિસ્તારમાં ગાજવીજ સાથે અડધો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું.

Related posts

गुजरात कोंग्रेस में गहराया संकट, चार विधायकों के इस्तीफे के बाद दो और छोड़ेंगे पार्टी ?

Rajkotlive News

गुजराती डोक्टर का देशप्रेम, चीन में 9.50 लाख के मशीन का ऑर्डर रद्द कर कोरिया से 10.50 लाख में खरीदा

Rajkotlive News

अस्पताल में पत्नी समेत लिफ्ट में फंसे सीएम रुपाणी, दो मिनट तक मचा हड़कंप

Rajkotlive News