Breaking News Gujarat

આજથી શ્રાદ્ધ પક્ષનો આરંભ

 

ભાદરવા વદ એકમ એટલે કે મંગળવાર તારીખ 21 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. આજથી પરિવારના મૃત્યુ પામેલ કોઈ પણ નાનાથી મોટા સ્નેહીને તિથિ મુજબ શ્રાદ્ધ થાય છે, જેમાં બ્રહ્મ ભોજન , કાગવાસ અને ગાયને ચારો આપી પિતૃને તર્પણની ભાવના કરાય છે. પ્રતિપદા એકમના શ્રાધથી પંદર દિવસ તિથિ મુજબ શ્રાદ્ધ કરવામાં આવે છે.

કર્મકાંડી બ્રાહ્મણ આચાર્ય ભરતભાઇ દવે માહિતી આપતા જણાવે છે કે, આ વર્ષે બીજ બે હોતા સોળ દિવસ સુધી શ્રાદ્ધ ચાલશે. અને સત્તરમે દિવસે આસો સુદ એકમના માતામહ શ્રાદ્ધ કરાય છે. શ્રાદ્ધનો અેક દિવસ વધતા અેક નોરતું ઘટ્યું. માતામહ શ્રાધ્ધ જે આસો સુદ-એકમ, તા.07 સપ્ટે. ગુરૂવારે આવે છે. પુત્રી દ્વારા પોતાના માતા-પિતા કે પિયરપક્ષના કોઈ સદગત સભ્યને ઉદેશીને કરાતા શ્રાધ્ધને માતામહ શ્રાધ્ધ તરીકે ઓળખવામાં આવે છે.

Related posts

પત્રકારત્વ ક્ષેત્રે અનોખુ વ્યક્તિત્વ. ટીવી મીડિયાના ડૉક્ટર “વિનોદ દક્ષિણી સર” વિશે ખાસ અહેવાલ. બે ગુજરાતી ન્યૂઝ ચેનલ શરૂ કરવાના અનુભવી.

Rajkotlive News

शिवभक्तों का इंतजार खत्म, सामने आई बाबा बर्फानी की पहली तस्वीर

Rajkotlive News

इंटरपोल ने बाबा नित्यानंद के खिलाफ जारी किया ब्लू कॉर्नर नोटिस

Rajkotlive News