Ahmedabad Breaking News Gandhinagar GIR SOMNATH Gujarat India Jamnagar Life style Rajkot Saurashtra Special Viral World

બ્રેઈન ટ્યૂમરની ગંભીર બિમારીથી પીડાતી માત્ર 11 વર્ષની ઉંમરે ફ્લોરા બની એક દિવસ માટે કલેક્ટર.

જીન્દગીની સફર એવી છે, કે, ક્યારેય બધી જ ઈચ્છાઓ પુરી થતી નથી પરંતુ જ્યારે વ્યક્તિ મરણ પથારીએ હોય ત્યારે તેની ઈચ્છા પુરી કરવા માટે તેના પરિવાર દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય છે. ‘મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિમાર છે. ડોક્ટરે કીધું છે કે તેને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ખરી? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ?

અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બની. અમારુ આખુ પરિવાર આજે અત્યંત ખુશ છે.’ આ શબ્દો છે ફ્લોરાની માતા સોનલબેન આસોડિયાના. કોણ છે ફ્લોર અને કેવી રીતે તે બની ગઈ એક દિવસ માટે અમદાવાદની કલેકટર. એક 11 વર્ષની દીકરીને ભણીગણીને કલેક્ટર બનવાની ઈચ્છા હતી. પણ નસીબે તેને સાથ ન આપ્યો અને 11 વર્ષની દીકરી બ્રેઈન ટ્યુમરની બિમારીનો ભોગ બની. ત્યારે દીકરીના પરિવારે તેની ઈચ્છા પૂર્ણ કરવા માટે જિલ્લા કલેક્ટર સુધી વાત પહોંચાડી, કલેક્ટરે પણ માનવતા દાખવીને દીકરીની અધૂરી ઈચ્છા પૂર્ણ કરવા એક દિવસ માટે કલેક્ટરની ખૂરશી પર બેસાડી.

ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર સંદિપ સાગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી. આજે ફ્લોરા તથા તેના આખા પરિવારે જિલ્લા કલેક્ટર કચેરીમાં એક દિવસ માટે ફ્લોરાના કલેક્ટર બનવાના સ્વપ્નને સાકાર થતા જોયુ.

આજે અમદાવાદમાં જિલ્લા કલેક્ટર કચેરીની ખુરશી પર બેસીને માત્ર 11 વર્ષની દીકરીએ કામગીરી સંભાળી હતી. ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સરકારી યોજના લાભાર્થીઓના પ્રમાણપત્ર પણ વિતરણ કર્યા હતાં. એક દિવસ માટે કલેક્ટરની ખુરશી પર બેઠેલી ફ્લોરાનું સ્વાગત એક આઈએએસ ઓફિસર ડ્યુટી જોઈન કરે ત્યારે જે રીતે થાય એ રીતે જ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરના સરઘાસણના રહેવાસી અપૂર્વ શાહની દીકરી ફ્લોરાને 7 મહિના પહેલા બ્રેઈન ટ્યુમરની બિમારી થતાં ઓપરેશન કરાવ્યું હતું. ફ્લોરા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેને કલેક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ બ્રેઇન ટ્યુમરના કારણે તેની ઈચ્છા પૂરી થવી, એ મોટો પડકાર હતો. તેના માતા-પિતાએ એક NGOનો સંપર્ક કર્યો, જેમના મારફતે આ વાત અમદાવાદ જિલ્લા કલેકટર સુધી પહોંચી અને ફ્લોરને એક દિવસ માટે કલેક્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

ફ્લોરાની એક દિવસના કલેકટર બનાવવાની વાતને લઈ કલેકટર કચેરીના કર્મચારીઓ પણ કચેરીની બહાર મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જેમ મોટા અધિકારી કોઈ ઓફિસમાં પહોંચે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવે એ જ રીતે ફ્લોરનું પણ બુકેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કલેકટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાએ વિધવા બહેનોને સહાય, વ્હાલી દીકરી યોજનાના, વગેરેના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપ્યા હતાં.

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, NGO મારફતે આ દીકરીની કલેક્ટર બનવા અંગેની વિગત મળી. જે બાબતે કચેરી મારફતે ખરાઈ કરી તેની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો હતો. આવતા સપ્તાહે તેનો જન્મદિવસ હોવાથી કલેક્ટર કચેરી ખાતે કલેકટરની હાજરીમાં કેક કાપવામાં આવી હતી.આ ઉપરાંત અલગ અલગ પ્રકારની ગિફ્ટ અને ચોકલેટ પણ આપવામાં આવી હતી.

gujarat gandhinagar sauratra Rajkotlive sandip sangle collector breaking special rmo pmo

Related posts

गुजरात में रोजगार मिलने पर 200 से ज्यादा प्रवासी श्रमिकों ने केंसल करवाई टिकट

Rajkotlive News

अब RBI की निगरानी में सभी को-ऑपरेटिव बैंक, मोदी कैबिनेट ने दी अध्यादेश को मंजूरी

Rajkotlive News

ભુજમાં 15 લાખના સોનાની ચોરી કરનાર ઇરાની ગેંગના બે શખ્સ 14.14 લાખના સોના સાથે ઝડપાયા

Rajkotlive News