ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારો થયો છે. ત્યારે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ યોજાયો. જેમાં રાજકોટના MLA રૈયાણીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. હાલ રાજકોટમાં આ સમાચાર મળતા MLA અરવિંદ રૈયાણીના પરિવારજનો અને કાયર્કરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચીને શપથવિધિ પહેલા જ જીતનો જશ્ન મનાવ્યો હતો. આ જશ્નથી MLA અરવિંદ રૈયાણીની મહત્વાકાંક્ષા છતિ થઈ છે. ઉલ્લેખનીય છે કે ભાજપની ‘નો રિપીટ થિયરી’માં અનેક સિનિયર ધારાસભ્યોના નામ આ લિસ્ટમાથી બાદ થયા છે.
અરવિંદભાઈ ગોરધનભાઈ રૈયાણીનો જન્મ 1 એપ્રીલ, 1978ના રોજ થયો હતો.
તેમના પિતા ગોરધનભાઈ રૈયાણી કે જેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે. તેથી ધો. 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ અરવિંદભાઈ યુવા વયેથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ ગયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ ભુતકાળમાં સાંભળી હતી.
અરવિંદભાઈ રૈયાણીએ એક ટર્મ સુધી શહેર યુવા ભાજપના મંત્રી અને યુવા પ્રમુખ તરીકે જવાબદારી સાંભળી હતી. તેઓ 2010થી કોર્પોરેટર તરીકે ચુંટાઈ આવ્યા હતા. જેમાં કોર્પોરેશનની બાંધકામ સમિતિના ચેરમેન પડે તેમની બે વખત નિમણુંક થઈ હતી અને તેઓ શાસક પક્ષના દંડક તરીકે પણ જવાબદારી સંભાળી ચુકયા છે. હાલમાં રાજકોટ પૂર્વ (વિધાનસભા-૬૮) ના ધારાસભ્ય છે…..