AhmedabadBreaking NewsCoronavirus (Covid)GandhinagarGIR SOMNATHGujaratHelthIndiaJamnagarJunagadhLife styleRajkotSaurashtraSchoolSpecialViralWorld

*મોબાઈલની લત અને સ્ક્રીન ટાઈમ વધતા હવે બાળકોને શાળામાં બેસવામાં તકલીફ* સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો સર્વે.

*મોબાઈલની લત અને સ્ક્રીન ટાઈમ વધતા હવે બાળકોને શાળામાં બેસવામાં તકલીફ*
ભટ્ટ કર્તવી, વિદ્યાર્થી, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
ડો. ધારા આર. દોશી, અધ્યાપક,મનોવિજ્ઞાન ભવન

*મોબાઈલની ટેવ બની હવે વળગણ* ડો.ધારા આર.દોશી

*સ્ક્રીન ટાઈમ વધતા સર્જાઈ મુશ્કેલીઓ* ભટ્ટ કર્તવી

વ્યસન માત્ર પાન ગુટકા બીડી સિગરેટ દારૂ વગેરેનું જ નહીં પરંતુ હાલના સમયે સૌથી ખતરનાક વ્યસન એ મોબાઇલ ફોનનું વ્યસન સાબિત થઇ રહ્યું છે. આ વ્યસન અને બાળકો અને યુવાનોને પોતાની પકડમાં ખૂબ જ સારી રીતે જકડી લીધા છે તેવું ધીમે ધીમે સામે આવી રહ્યું છે. કોરોના ને કારણે અન્ય નોકરી ધંધા કે વ્યવસાયને નુકસાન થયું છે તેનાથી વધારે શિક્ષણ જગતને નુકસાન થયું છે. શિક્ષણ જગત પર તેની સૌથી વધારે નિષેધક અસર જોવા મળી છે.

કોરોના ના પ્રથમ લોકડાઉન વખતે જ્યારે બાળકોને શરૂઆતમાં ઓનલાઇન વર્ગો શરૂ થયા હતા ત્યારે બાળકોને તેની સાથે સમાયોજન સાધવામાં મુશ્કેલી પડતી હતી. શરૂઆતના સમયમાં ઓનલાઈન વર્ગોમાં બાળકો માથું દુખવું, આંખો બળવી, થાક લાગવો, ઊંઘ આવવી, કંટાળો આવવો વગેરે ફરિયાદો હતી પરંતુ ઓનલાઇન વર્ગો દોઢ વર્ષ ચાલતા હવે બાળકોને ઓફલાઈન વર્ગોમાં તકલીફ પડી રહી છે.

મનોવિજ્ઞાન ભવનમાં આવેલ શિક્ષક અને વાલીઓની સમસ્યાઓનું વિશ્લેષણ ભટ્ટ કર્તવી અને ડો.ધારા આર. દોશી દ્વારા કરવામાં આવ્યું જેમાં વાલીઓ અને શિક્ષકોએ કહ્યું કે હવે ઘણા બાળકોને મોબાઈલની એવી ઘેલછા થઈ છે કે બસ મોબાઈલ અને લેપટોપથી જ ભણવું ગમે છે.

કોરોના ને કારણે ઘણા સમય સુધી દરેક વર્ગો ઓનલાઇન ચાલતા હતા શિક્ષણ ઓનલાઇન અપાતું હતું જ્યારે હવે થોડા સમય પહેલાં જ ૬ થી ૧૨ ધોરણના વર્ગો ઓફ લાઇન શરૂ થયા છે ત્યારે આજની પરિસ્થિતિમાં બાળકોને ફરી પાછું સમાયોજન સાધવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે એવા કિસ્સા સામે આવ્યા છે. અત્યાર સુધી ઓનલાઇન વર્ગો માં બાળકો ઘરે બેસીને આરામની અવસ્થામાં અભ્યાસ કરતા હતા ઉપરાંત મોટાભાગના કિસ્સાઓમાં બાળકો ફોનમાં ભણવાની સાથે ગેમ્સ રમવાની લતમાં બંધાયા હતા જેની અસર ના પરિણામે હવે બાળકોને ઓફલાઈન વર્ગો શરૂ થતા ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. ખાસ હોસ્ટેલમાં રહેતા બાળકો કે જેમને મોબાઈલ થી દૂર રહેવું પડે છે તેવા બાળકો મોબાઈલ ન મળવાને કારણે અવનવા બહાનાઓ કાઢે છે ઉપરાંત ઘણાં બાળકો શારીરિક માનસિક મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ઘણા બાળકો વિવિધ બહાનાઓ અને સમસ્યાઓ રજૂ કરે છે.

*બાળકો દ્વારા રજૂ કરવામાં આવતા વિવિધ બહાનાઓ:*

(૧) મને શાળા અને હોસ્ટેલમાં બીક લાગે છે. મને ઘરે જવા દો.
(૨) મને અહી જમવાનું ભાવતું નથી. મને ઘરે જવું છે.
(૩) મને અહી કઈ યાદ જ નથી રહેતું.
(૪) મને હોસ્ટેલ માં જરા પણ ગમતું નથી.
(૫) મને અહી ભણાવે ત્યારે માથું જ દુખ્યા કરે છે.
(૬) મને હોસ્ટેલમાં ઊંઘ જ નથી આવતી.
(૭) મને અહી ઉબકા જ આવ્યા કરે છે. કારણ શું એ નથી ખબર.
(૮) મને શાળામાં આટલા કલાક બેસવાનું નહિ ફાવે. ફરી ઓનલાઇન વર્ગો શરૂ કરો.
(૯) શાળામાં મને કશું સમજાતું જ નથી.
(૧૦) મને અહી સતત નબળાઈ જ લાગે છે.
(૧૧) અહી મારાથી એકાગ્રતા જળવાતી જ નથી.
(૧૨) મને ભણતા ભણતા કઈક ખાવાની આદત છે.
(૧૩) હું છેલ્લી બેન્ચ પર બેસું તો કઈ સંભળાતું નથી

ઘણા બાળકો જે ગેમિંગ ની લતથી જોડાયા હતા તેઓ શાળામાં અને હોસ્ટેલમાં ફોન લઈ જવાની મનાઈ હોવાથી ખૂબ જ તણાવ અનુભવી રહ્યા છે ઘણા બાળકો જણાવે છે કે તેઓ પોતાની ગેમ આગળ વધે અને લેવલ પાર કરવા માટે પોતાની ગેમના પાસવર્ડ પોતાના મિત્રોને આપીને આવ્યા છે આ વિદ્યાર્થીઓ પોતાના ગેમ ની જવાબદારી મિત્રો ને આપી આવ્યા છે ત્યારે તેઓ ઘણી વખત હોસ્ટેલ ના ફોનમાંથી તે મિત્રો સાથે સંપર્ક કરી પોતાની ગેમ ક્યાં પહોંચી છે તે વિશે જાણવાની તત્પરતા પણ ધરાવતા જોવા મળી રહ્યા છે.

*કિસ્સો:* એક છોકરાએ ગેમિંગ ની લતના કારણે પોતાની મમ્મીના બેંક એકાઉન્ટમાંથી કોઈ ગેમ માં પૈસા લગાવ્યા હતા હવે શાળાઓ શરૂ થઇ જતા, હોસ્ટેલમાં ફોનની છૂટ ન હોવાથી તેને તે ગેમ ત્યાં જ અધૂરી મૂકીને શાળાએ જવું પડ્યું જેના પરિણામે તેના ઘણા બધા પૈસા તે ગેમ ની પાછળ ખર્ચ થઇ ગયાની તેને જાણ પણ ન રહી. થોડા દિવસો પછી તેના ઘરેથી શાળાએ ફોન આવ્યો અને તેને પૂછ્યું ત્યારે તે છોકરો તેના માતા-પિતાને કશું કહી ન શક્યો. થોડા દિવસો જતાં તેને બધી વાત તેની શાળાના હેડને કરી અને કહ્યું કે આ મારાથી ભૂલ થઇ છે જેને મારે સુધારવી છે ત્યારબાદ તે બાળક અને તેના હેડ એ ઘરે માતા-પિતાને વાત કરી શાંતિથી સમજાવ્યા.

બાળકો પોતાની ઘણી સમસ્યાઓ રજૂ કરી રહ્યા છે કારણકે લોકડાઉન વખતથી બાળકોના શરીર અને મગજને એક પ્રકારની ટેવ પડી ગઈ છે.તેઓ જણાવે છે કે ઘરે રહીને મોબાઈલ માં ભણતા ત્યારે સ્કૂલ આવવું હતું હવે સ્કૂલ શરૂ છે તો ઘરે જવાની ઉતાવળ હોય છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો અને વાલીઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે.
શિક્ષકો ઘણી મૂંઝવણ અનુભવી રહ્યા છે કારણકે બાળકો ને ફરી શાળાના વાતાવરણમાં સમાયોજન સાધવામાં મુશ્કેલી પડી રહી છે, વર્ગોમાં બેસવામાં મુશ્કેલી પડી રહી છે, ઘણા બાળકોની લખવાની ઝડપ ઘટી ગઈ છે, બાળકોની યાદશક્તિ માં પણ ઘણો ફરક જોવા મળી રહ્યો છે, ત્યારે આ બધી વસ્તુને સંભાળતા શિક્ષકોનું કામ ચાર ગણું વધી ગયું છે. જ્યારે વાલીઓ પણ આ બાબતે મૂંઝવણ અનુભવી રહ્યા છે કે બાળકો એક પ્રકારની મોબાઇલની લતને છોડી શકતા નથી અને તે લતને સંતોષી ન શકતા બાળકો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

*કિસ્સો* મારુ બાળક શાળાએ રોજ કારણ વગર તોફાન કરે છે જેવું ઘરે આવે એટલે મોબાઈલ લો નિરાંતે બેસી જાય..શાળામાં આખો કલાસ તેના લીધે હેરાન થાય છે. અમે પૂછ્યું તો કે ત્યાં મોબાઈલ આપે તો ભણવાની મજા આવે નહિતર નહિ

*શું કરવું? :*

૧) બાળકોને જ્યારે શરૂઆતમાં ઓનલાઇન વર્ગો માં મુશ્કેલી પડી રહી હતી પરંતુ સમય જતાં તે વિશેની એક ટેવ પડી ગઈ એ જ રીતે ફરી પાછી ઓફલાઈન વર્ગો વિશે ટેવ પાડવી એ ખૂબ જ આવશ્યક છે.

૨) બાળકોને શાળામાં તથા હોસ્ટેલમાં ઘર જેવું વાતાવરણ મળી રહે તે માટે શાળાએ થોડા પ્રયત્નો થોડા સમય પૂરતા કરવા જોઈએ જ્યાં સુધી બાળકો ફરી પાછા અનુકૂલન સાધી લે ત્યાં સુધી.

૩) બાળકોની એકાગ્રતા તેમજ વાંચવાની ક્ષમતા ફરી પાછી વધારવા માટે શાળામાં યોગ અને ધ્યાન માટે થોડો સમય બાળકોને આપી શકાય.

૪) વિદ્યાર્થીઓની સમસ્યાઓને શાંતિથી સાંભળી તેને સમસ્યામાંથી બહાર કાઢવા મદદ કરવી જોઈએ જો કોઈ બાળકો પોતાની સમસ્યા વ્યક્ત ન કરી શકે કે તેના વર્તનમાં કોઈ બદલાવ આવતો હોય તેવું જોવા મળે તો વિદ્યાર્થી સાથે શાંતિથી બેસીને તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ

૫) જે વિદ્યાર્થીઓને વાંચવામાં તેમજ યાદ રાખવામાં મુશ્કેલી પડી રહી છે તેમને તે મુશ્કેલી દૂર કરવા માટે થોડા પ્રયત્નો કરવા જોઈએ. કોઈ ટાઈમ ટેબલ બનાવી ને પણ ફરી વાંચવાની તે ઉપાડી શકાય. તેમજ યાદ રાખવા માટેની અલગ-અલગ તકનીકો અપનાવી યાદશક્તિ વધારી શકાય.

૬) વર્ગોમાં વધારે સમય બેસી ન શકતા વિદ્યાર્થીઓ એ મનને મજબૂત કરી પોતાનુ ધ્યાન સંપૂર્ણપણે વર્ગોમાં લગાવી થોડો સમય પરાણે બેસીને પણ વર્ગોમાં બેસવાની ટેવ પાડવી જોઈએ.

૭) જે બાળકોનું ત્યાં શાળામાં પણ મોબાઈલ કે ગેમ તરફ જતું હોય તો આ બાળકોએ પોતાને ગમતી પ્રવૃત્તિમાં પોતાનું ધ્યાન લગાવવું જોઈએ અથવા વાંચન કે રમતમાં પોતાનું ધ્યાન પોરવી શકાય.

૮) વિદ્યાર્થીઓ ફરી શાળામાં પોતાની મરજીથી તેમજ રાજીખુશીથી આવે એ માટે શિક્ષકો દ્વારા બાળકોને ગમે તેવી પ્રવૃત્તિઓ માટે એકાદ કલાક નો એક પિરિયડ ગોઠવી શકાય.

એક વાત ક્યારેય ન ભૂલવી જોઇએ કે “આપણું મન એ આપણા શરીરનો રાજા છે” માટે આપણે જેવી ટેવ પાડીશું, તેવી ટેવ પડશે આથી સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોઈ જ કાર્ય મુશ્કેલ નથી, તેને કરવા માટેની ધગશ હોવી જરૂરી છે.

Related posts

गुजरात में शीतलहरों से लुढ़का पारा, नलिया 3 डिग्री से छूट रही कंपकपी

Rajkotlive News

टेम्पो पलटने से बचे तो बस ने मारी ठोकर, ऐसे हुई दो युवकों की दर्दनाक मौत

Rajkotlive News

લિવ-ઈન-રિલેશનશીપ એટલે કે સહજીવન નૈતિક અને સામાજિક રીતે સ્વીકાર્ય નથીઃ હરિયાણા હાઈકોર્ટ

Rajkotlive News