AhmedabadBreaking NewsBusinessElectionGandhinagarGIR SOMNATHGujaratIndiaJamnagarLife styleMorbiPoliticsRajkotSaurashtraSpecialViral

પત્રકારત્વ ક્ષેત્રે અનોખુ વ્યક્તિત્વ. ટીવી મીડિયાના ડૉક્ટર “વિનોદ દક્ષિણી સર” વિશે ખાસ અહેવાલ. બે ગુજરાતી ન્યૂઝ ચેનલ શરૂ કરવાના અનુભવી.

આ વાત વિનોદ દક્ષિણીની જેઓ ન્યૂઝ ચેનલમાં અંતિમ પદ પરથી મુખ્ય પોસ્ટ સુધી પહોંચ્યા. આજના સમયમાં ઝડપી વિકસી રહેલી કોઇ ઇન્ડસ્ટ્રી હોય તો એ છે મીડિયા.મીડિયાના વિવિધ ફિલ્માં પત્રકારત્વને એક અલગ જ દરજ્જો આપવામાં આવે છે. સમાજમાં બીજા અનેક પ્રકારના વ્યવસાયો છે. આ બધા વ્યવસાયો સમાજને કોઈને કોઈ રીતે ઉપયોગી છે. પત્રકારત્વ પણ બીજા વ્યવસાય જેવોજ એક વ્યવસાય છે. અને હાલનાં સમયમાં તો પત્રકારત્વના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધતી જતી જોવા મળે છે. તેવાજ પત્રકારત્વના અભ્યાસની સાથે જ જેઓ જોબ પર લાગી ગયા કે હજુ તો BJMC ડિગ્રીની શરુઆત જ હતી ત્યાં જ પત્રકારત્વની દુનિયામાં પગ મૂકનાર તેવા વિનોદ દક્ષીણી કે જેઓ પ્રમાણિક, નિષ્ઠાવાન તેમજ પત્રકારત્વના તમામ ગુણો ધરાવનાર વ્યકિત જેમને પોતાની જિંદગીની સફર પત્રકારત્વ સાથે શરૂ કરવાનું પેહલાથી જ નક્કી કરેલ અને વર્ષ 2013માં પત્રકારત્વના અભ્યાસની સાથે જ વિનોદ દક્ષીણી સરને ETV ગુજરાતી ચેનલ કે જે ત્યારની ખુબ જ લોકપ્રિય ચેનલ હતી. હવે તે ન્યૂઝ 18 ગુજરાતીના નામથી પ્રસારીત થઈ રહી છે તેમાં સ્થાન મળ્યુ. ETV નેટવર્કમાં અલગ અલગ ભાષાની 12 ન્યૂઝ ચેનલ ચાલતી હતી. તેમાં ગુજરાતી ચેનલમાં વિનોદ સરે કોપી એડીટરની પોસ્ટ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેઓની બેંચમાં માત્ર 7થી8 વ્યક્તિઓ જ સિલેક્ટ થયેલા. તેઓએ 2-3 દિવસમાં ઝડપી ગુજરતી ટાઈપીંગ શીખી લીધું. તેમની સાથેના કર્મચારી કરતાં તેઓએ ઝડપી ગુજરતી ટાઈપીંગમાં સ્પીડ હાંસલ કરી. તેમની કામ પ્રત્યેની આવડત અને લગન જોઈ તેમને 7 દિવસની અંદર જ બુલેટિન પ્રોડ્યુસર તરીકે પ્રમોટ કર્યા. પોતે બુલેટિન બનાવતા થઇ ગયા અને તેના બીજાં જ અઠવાડિયામાં એન્કર ટેસ્ટ લેવામાં આવી તેમાં પણ તેઓ સિલેક્ટ થઈ ગયા. વિનોદ દક્ષીણી સર જેમને પોતાની પેહલી જ જોબમાં કોપી એડીટરથી લઇને બુલેટિન પ્રોડ્યુસર, એન્કર તેમજ ડેસ્ક પરના તમામ કાર્યોમાં મહારત હાંસલ કરી અને ત્યાંથી તેઓ મલ્ટી ટાસ્કિંગ થયેલા.

કહે છે કે જીવનમાં કોઇ પણ કાર્ય નાનું કે મોટું નથી પરંતુ તે કાર્ય કઇ રીતે કરવુ તે વ્યકિત પોતાની આવડત દ્વારા પાર પાડી શકે છે અને જીવનમાં આગળ વધી શકે છે. પરંતું વ્યક્તિના જીવનમાં બધી પરિસ્થિતિઓ સમાન નથી હોતી અને ક્યારેક પરિસ્થિતિઓ એવી બને છે કે વ્યકિતને જોબ મૂકવાની પણ ફરજ પડે છે તેવીજ રીતે વિનોદ દક્ષીણીને તેમનાં હેલ્થ ઇસ્યુના કારણે ETV ગુજરાતીની જોબ છોડવી પડી. કારણ કે, આ જોબ ગુજરાત બહાર હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સીટીમાં હતી. ત્યાનું વાતાવરણ કે ખાનપાન અનુકુળ ન આવતા તેમણે ત્યાથી ગમતુ કામ મુકવાની ફરજ પડી.

પરંતુ જોબની સાથે તેઓ જર્નાલિઝ્મની ડિગ્રીનો આભ્યાસ ચાલુ રાખ્યો હતો. જે જોબ મુક્યા બાદ ડિગ્રી મેળવી પણ ખરી અને ત્યાર બાદ માસ્ટર ડિગ્રી પણ મેળવી. કહેવાય છે ને કે કંઈક મેળવવા માટે કંઈક ખોવુ પડે છે. જોબ મુકવી પડી તેનો ફાયદો મળ્યો અને જર્નાલિઝ્મ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવવનો માર્ગ મોકળો થયો. નહીંતો જેને જોબ મળી જાય તેને પછી ડિગ્રી મેળવવાની ઉતાવળ નથી રહેતી અથવા મહત્વ નથી રહેતુ.

જોકે હૈદરાબાદથી પરત ફર્યા બાદ વર્ષ 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન રાજકોટમાં ભાજપ મીડિયા વિભાગમાં પોતાની કુશળતાનો લાભ આપ્યો. ધીમે-ધીમે તેઓ પત્રકારત્વનો અનુભવ બહોળો કરતા ગયા. રાજકીય ક્ષેત્રને પણ ખુબજ નજીકથી અનુભવ્યુ. તો વર્ષ 2016માં હાલના મુખ્યમંત્રી અને તે સમયે પ્રથમ વખત ચૂંટણી લડતાં વિજયભાઇ રૂપાણીના ચૂંટણીમાં મીડિયાની ટીમમાં આગળ પડતુ કામ કર્યુ.

આમતો વિનોદ સરને માત્ર પત્રકારત્વનો અનુભવ નથી તેઓ પત્રકારત્વ સાથે જોડાયા તે પહેલા ટેલિકોમ, બેન્કિંગ ક્ષેત્રનો અનુભવ રહ્યો છે. પત્રકારત્વની ડિગ્રી પહેલા તેમણે બી.કોમ.ની ડિગ્રી પણ મેળવી હતી. કોલેજકાળ દરમિયાને તે ડાન્સ કોરિયોગ્રાફી ક્ષેત્રમાં પણ નામના ધરાવતા હતા. સાથે એન્જોય એન્ડ એન્જોય ગૃપના નેજા હેઠળ ઈવેન્ટ મેનેજમેન્ટ પણ કરતા હતા. 2007માં તેમણે સૌપ્રથમ વખત ગુજરાતમાં ખાદીના ફેશન શોનું આયોજન કર્યુ હતુ. તો અનેક સફળ ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરી હતી. તો ઈટીવીમાં જોબ મુક્યા બાદ ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પણ હાથ અજમાવ્યો હતો. તેમાં પોતાની કંપની ચાલુ કરી અને કાફેની ચેઈન ઉભી કરી હતી.

પરંતુ તેમની અંદર છુપાયેલો પત્રકાર tvjournalist ક્યાંકને ક્યાંક બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાજ 2016ના અંતમાં રાજકોટ GTPL ગુજરાત ન્યૂઝ તરફથી એન્કરની ઓફર મળી અને વિનોદ સરની અંદર રાહ જોઈ રહેલા પત્રકારે આ તક છોડી નહી. અને ફરી ગમતુ કામ ચાલુ કર્યુ.

કેહવાય છે, કે, વ્યક્તિમાં ટેલેન્ટ હોય તો તેને સારી ને મોટી તક મળતી રહે છે. ફરી એકવાર 2017ના અંતમા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી તેમને નેશનલ બેનરમાં કામ કરવાની તક મળી.

તેમા એન્કરની સાથે બુલેટિન પ્રોડ્યુસર તરીકેની ફરજ બજાવી. આ ચેનલની શરુઆત થયાં પેહલાજ તેઓ એ જોઈનીંગ કરેલું તેથી આ ચેનલ સ્ટાર્ટઅપ કરવાનો અનુભવ પણ તેઓને છે. અને ચેનલમાં કોઈપણ મોટુ કામ અટકે તેનુ નિરાકરણ વિનોદ સર પાસે ન હોય એવુ ન બનતુ. માટે જ તેમને ઈન્ડિયા ન્યૂઝમાં ડૉક્ટરની ઉપાધિથી લોકો સન્માનવા લાગ્યા. એટલે જ આજે ગુજરાતી ટીવી મીડિયામાં અનેક લોકો તેને ડૉ. વિનોદ તરીકે જ ઓળખે છે.

તેમના ટેલેન્ટને ઓળખી નવી શરૂ થવા જઈ રહેલી બુલેટિન ઈન્ડિયા ન્યૂઝ ચેનલમાં તેમને ચેનલ હેડની ઓફર મળી. વિનોદ સરે તેમનો મીડિયા ઈન્ડસ્ટ્રીનો પુરો અનુભવ બુલેટિન ઈન્ડિયા માટે ઉપયોગ કર્યો. રીક્રુટમેન્ટથી લઈને ચેનલની ટેગ લાઈન, બુલેટિ ડિઝાઈન, મોન્ટાઝ, પ્રોમો, ઈનપુટ ડિપાર્ટમેન્ટમાં શુ કરવાનું, આઉટપુટ ડિપાર્ટમેન્ટમાં શુ કરવાનુ બધુ જ આયોજન વિનોદ સરે કર્યુ. સપ્ટેમ્બર 2020થી તેમણે બુલેટિન ઈન્ડિયા જોઈન કર્યુ ત્યારે ચેનલનો સ્ટૂડિયો પણ તૈયાર ન હતો. પરંતુ અત્યારે સફળ રીતે ચેનલ અલગ અલગ પ્લેટફોર્મ પર પ્રસારિત થઈ રહી છે. જેનો શ્રેય ડૉ. વિનોદ સર (વિનોદ દક્ષિણી)ને જાય છે.

કહે છે કે પત્રકારે સમાચાર મેળવવા માટે હંમેશા સત્તાના કોરીડોરમાં ફરતા રહેવું પડે છે. ટોચનાં સત્તાધીશો સાથે સંપર્કમાં રહેવું પડે છે. દરેક કાર્યક્રમોમાં પત્રકારને બોલાવવામાં આવે છે. તેઓને આગળ સ્થાન અપાય છે. તેવીજ રીતે વિનોદ દક્ષીણી કે તેઓ બધાના સંપર્કમાં આવ્યા અને દરેક વ્યક્તિની સાથે સારો વ્યવહાર રાખી અને પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવતા રહ્યાં. બુલેટિન ઇન્ડિયા ચેનલ શરૂ કરવાના અનુભવ સાથે તેમને મેનેજમેન્ટ ટીમમાં તેઓને પ્રમોટ કરવામાં આવ્યા. હાલ તેઓ આજ ચેનલમાં મેનેજીંગ એડિટર અને મેનેજમેન્ટ ટીમમાં પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવે છે અને દરેક વ્યકિતને મદદરૂપ બને છે. ચેનલમાં આવનાર તમામ વિભાગમાં કામ કરનાર વિનોદ સરના અનુભવનો લાભ ઉઠાવી રહ્યા છે. અને બુલેટિન ઈન્ડિયા મીડિયા પ્રા.લી. પણ.

આમ 2013થી પત્રકારત્વ ક્ષેત્રે પોતાની કારકિર્દી તેમજ એક નવા જીવનની શરુઆત કરનાર વિનોદસર જેઓ પત્રકારત્વને પોતાનું જીવન માને છે અને તેમાં પૂરી નિષ્ઠાથી કાર્ય કરે છે.

આજે પણ કોઈ નવી ગુજરાતી ન્યૂઝ ચેનલ શરૂ થાય તો ડૉ.વિનોદ, વિનોદ સર કે વિનોદ દક્ષિણીનો સંપર્ક એકવાર તો કંપનીનું મેનેજમેન્ટ કરે જ છે.

કહે છે કે અડગ મનના વ્યકિતને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને તેઓ એ સાર્થક કરી બતાવી છે. તેમનાં જીવનમાં અનેક મુશ્કેલીઓ આવવાં છતાં અડગ રહ્યા પોતાનાં પર વિશ્વાસ રાખી સતત કાર્યશીલ રહ્યાં અને પોતાની સાચી નીતિ અને ઈમાનદારીથી લોકોનાં દિલમાં એક અલગજ જગ્યા બનાવી. વિનોદસર ગમે ત્યારે ગમે તે સમયે લોકોની મદદ કરવા તત્પર રહે છે તેમનાં માટે આ સ્ટોરી લખતા મને આનંદ થાય છે.

આ હતી એક કોપી એડિટરથી શરૂ કરી કંપનીના મેનેજમેન્ટમાં સ્થાન પામેલા અનેક લોકોના ગુરૂ, પથદર્શક, માર્ગદર્શક, સલાહકાર વ્યકિત્વની હાર્ટ ટચ્ડ સ્ટોરી.

વિનોદ સર વિશે જાણવા જેવુ.. m0.7405100001

– વિનોદ સર એક માત્ર એવા એન્કર હશે જે મેક-અપ વગર ઓન સ્ક્રીન આવે છે.

– ડૉ. વિનોદે ગુજરાતી ન્યૂઝ ચેનલમા બીયર્ડ લુકનું ચલણ શરુ કર્યુ.

– વિનોદ દક્ષિણી મડિયા સાથે અનેક ક્ષેત્રના અનુભવી.

– વિનોદ સરને તેમના ઘણાખરા મિત્રો ડૉક્ટરથી બોલાવે છે

– વિનોદ દક્ષિણીએ તેમનું BJMC MJMC સૌ.યુનિ.ના હિરાણી કોલેજમાં કર્યુ.

– સર પોતાની સફળતાનો શ્રેય પરમાત્મા, પરિવાર, કોલેજના હેડ થેસિયા સર અને તેમના તમામ મિત્રોને આપે છે.

 

Related posts

दो बच्चों के पिताने प्रेमजाल में फांसकर विवाहिता को रोंदा, बहनोई ने भी उठाया फायदा

Rajkotlive News

शराब पीकर झूमते भाजपा पार्षद का वीडियो वायरल, बोले बोतल में शरबत था !

Rajkotlive News

નાસાનું મંગળ મિશન અમેરિકન સ્પેસ એજન્સી નાસા હવે પરમાણુ ઉર્જાથી સંચાલિત રોકેટ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે

Rajkotlive News