Ahmedabad Breaking News Business Gujarat India Rajkot Saurashtra

મોંઘવારીનો માર : પેટ્રોલ-ડિઝલ પછી હવે CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવથી દાઝેલી જનતા પર ગેસના ભાવ વધારાનો નવો ડામ આપવામાં આવ્યો છે. અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. ગુજરાત ગેસે બે રૂપિયાનો વધારો કરતા CNG વાહનચાલક પર બોજ આવશે. જોકે ગુજરાત ગેસ કંપનીએ PNGના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. CNGનો જૂનો ભાવ 52.45 રૂપિયા હતો. જે હવે વધીને 54.45 રૂપિયા થયો છે.

સુત્રોના કહેવા પ્રમાણે છેલ્લા દોઢ વર્ષથી સીએનજીનાં ભાવમાં કોઈ બદલાવ કરાયો નથી. આ દરમ્યાન ઓપરેશનલ ખર્ચનો બોજ ઘણો વધી ગયો હોવાથી ભાવ વધારો કરાયો છે. રાજયમાં 450 જેટલા સીએનજી પંપ મારફત અંદાજીત 7 લાખ વાહનોને ઈંધણ પુરૂ પાડે છે. સીએનજી મોંઘા બનાવવા સિવાય ઘર વપરાશનાં ગેસ પીએનજીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાથી રાહત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા ઈન્ડસ્ટ્રીયલ પીએનજીમાં ભાવ વધારો કરાયો હતો. તે 37.51 કરાતા મોરબી તથા સુરેન્દ્રનગરનાં ઉદ્યોગો પર મોટો બોજ પડતાં ઉહાપોહ સર્જાયો છે.

ગુજરાત ગેસ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો કરવામાં આવ્યા બાદ હવે વાહનોમાં વપરાતા સીએનજીમાં ભાવ વધારો કર્યો છે. રાજ્યમાં સાડા છ લાખથી વધુ CNG વાહનો છે અને ગુજરાત ગેસ કંપનીના રાજ્યમાં 450થી વધુ પંપ છે. આ તમામ વાહનચાલકો પર વધારાનો આર્થિક બોજ આવશે. ગુજરાત ગેસે 2 રૂપિયાનો વધારો કર્યા બાદ પણ રાજ્યમાં CNGનો સૌથી ઊંચો ભાવ અદાણી ગેસનો જ રહેશે. અદાણીના CNGના ભાવ હાલ 55.30 રૂપિયા છે.

 

 

 

Related posts

गुजरात में कोरोना से सूरत में 67 वर्षीय वृद्ध ने तोड़ा दम, वडोदरा में रिपोर्ट आने से पूर्व महिला की मौत

Rajkotlive News

बिना मास्क सरकारी कार्यक्रम में पहुंचे मंत्री, मीडिया को देखकर जट से पहन लिया

Rajkotlive News

*IPS अधिकारी बच्चों से मिलने की जिद को लेकर पूर्व पत्नी के आवास पर धरने पर बैठे*

Rajkotlive News