Devotional

આ મહિને ઉત્સવોના 23 દિવસ, દર બીજા-ત્રીજા દિવસે કોઈ મોટો વ્રત કે શુભ તિથિ રહેશે

 

ઓગસ્ટના 31માંથી 23 દિવસ ઉત્સવના રહેશે. વર્ષના સૌથી વધારે તિથિ-તહેવાર આ મહિને આવશે. આ મહિનાની શરૂઆતના બંને સપ્તાહમાં સતત 6 દિવસ સુધી વ્રત અને પર્વ રહેશે. આ મહિને શ્રાવણના 5 સોમવાર આવશે. સાથે જ નાગપાંચમ, રક્ષાબંધન, સિંહ સંક્રાંતિ અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા મોટા તહેવાર પણ આવશે. આ મહિને લગભગ દર બીજા-ત્રીજા દિવસે કોઈ મોટો પર્વ, વ્રત-તહેવાર કે શુભ તિથિ રહેશે.

 

શ્રાવણ મહિનો 9 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધીઃ-

શ્રાવણ મહિનાને રોગ, ક્લેશ અને વિકારને દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કરવામાં આવતી શિવ આરાધનાનું ફળ વર્ષભર મળે છે. આ મહિનામાં આ વખતે 5 સોમવાર આવશે. જે 9, 16, 23 અને 30 ઓગસ્ટ તથા 6 સપ્ટેમ્બરના રોજ રહેશે. સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવ-પાર્વતી પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે.

Related posts

सरकारी बस के ड्राइवर ने ‘जय द्वारिकाधीश’ बोलकर नदी बने हाइवे पर ऐसे दौड़ाई बस

Rajkotlive News

બજેટ ૨૦૨૦, જાણો નાણાંમંત્રીએ ગુજરાત માટે શું કરી ખાસ જાહેરાત?

Rajkotlive News

આજે વ્રતની પૂનમ

Rajkotlive News