આંકલાવ તાલુકામાં આવેલા ખડોલ (હ) ગામના પૂર્વ સરપંચના ફાર્મ હાઉસમાંથી આણંદ એસઓજીએ રવિવારે રાત્રિના બાતમીના આધારે બોરસદ નગર પાલિકાના ભાજપના કાઉન્સિલર સહિત 15 શખ્સોને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 3.31 લાખના મુદ્દામાલ સાથે તમામની ધરપકડ કરી હતી. જેમનો મોડી રાત્રે જામીન પર છૂટકારો થયો હતો.આંકલાવ તાલુકાના ખડોલ-હળદરી માર્ગ પર અંબિકા ફાર્મ આવેલું છે. આ ફાર્મની માલિકી હાલ ખડોલ (હ) ગામના પૂર્વ સરપંચ ચેતનભાઈ ડાહ્યાભાઈ પટેલ ધરાવે છે.