Kuchh

વિકાસનો વાયરો ફુંકાતાં ખેતીની જમીનો બિનખેતી

 

કચ્છમાં વિનાશક ભૂકંપ બાદ વિકાસનો વાયરો ફુંકાતાં ખેતીની જમીનો ધડાધડ બિનખેતી થવા લાગી છે અને 2014થી 2019ના આંકડાઓ પર દ્રષ્ટિપાત કરીએ તો જિલ્લામાં 6 વર્ષમાં 11.66 કરોડ ચો.મી. જમીન બિનખેતી થઇ ગઇ છે અને 5 વર્ષમાં પ્રીમિયમ પેટે 2.38 અબજની રકમ સરકારી તિજોરીમાં જમા થઇ છે. 5 વર્ષ સરખામણીએ વર્ષ2019-20માં સૌથી વધુ 31037815 ચો.મી. જમીન બિનખેતી જઇ છે.

 

જિલ્લામાં ઔદ્યોગિક એકમો સ્થાપવામાં આવતાં બિનખેતીનું પ્રમાણ વધ્યું છે. કચ્છ ભૂકંપ ઝોનમાં આવતું હોઇ બાંધકામ ક્ષેત્રે નિયંંત્રણો સાથે ગ્રાઉન્ડ પ્લસ ટુનો નિયમ અમલી બનાવાયો છે અને કે, વધુ માળની ઇમારતો પર રોક લગાવાઇ છે. એટલું જ નહીં જિલ્લામાં ઉદ્યોગો સ્થપાતાં ન માત્ર ગુજરાત પરંતુ દેશના જુદા-જુદા રાજ્યોમાંથી લોકો રોજીરોટી માટે કચ્છ આવ્યા છે અને 3 વધુ માળની ઇમારતના બાંધકામ પર પ્રતિબંધ હોવાથી રહેણાંક વિસ્તારમાં વધારો થયો છે.

 

સત્તાવાર મળતી વિગતો મુજબ કચ્છમાં તા.1-7-14થી તા.30-6-2020 સુધી કચ્છમાં બે ભુજ શહેર સમાઇ જાય તેટલી જમીન બિનખેતી ગઇ છે. આ સમય દરમ્યાન એટલે કે, 6 વર્ષમાં જ જિલ્લામાં 116667206 ચો.મી. જમીન બિનખેતી થઇ છે. તા.1-7-14થી તા.30-6-2019 સુધી એટલે કે 5 વર્ષના સમયગાળામાં 85629391 ચો.મી. જમીન બિનખેતી થવાની સાથે પ્રીમિયમ પેટે અધધ રૂ.2,38,46,58,939 રકમ સરકારી તિજોરીમાં જમા થઇ છે. 6 વર્ષમાં જિલ્લામાં સાૈથી વધુ અંજાર તાલુકામાં 22707775 ચો.મી. અને સાૈથી અોછી રાપર તાલુકામાં માત્ર 1602463 ચો.મી. જમીન બિનખેતી થઇ છે.

Related posts

કચ્છનું સૌથી જૂનું પુઅરેશ્વર મહાદેવનું મંદિર, બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં આજ સુધી કામ શરૂ નથી થયું!

Rajkotlive News

કાજિયો પક્ષી કચ્છનો સર્વપ્રથમ રેકોર્ડ છે.

Rajkotlive News

આજે વિશ્વ રણ વિસ્તરણ અને દુકાળ નિવારણ દિવસ આવો જાણીએ કેટલીક રસપ્રદ માહિતીઓ.

Rajkotlive News