Ahmedabad Breaking News Gujarat India Jamnagar Rajkot Saurashtra School Special Viral World

ગુરુની ગરિમાનું ગૌરવવંતું પર્વ એટલે ગુરુપૂર્ણિમા : જાણો કેમ ઊજવવામાં આવે છે ગુરુપૂર્ણિમા તેનો ઇતિહાસ અને મહાત્મ્ય.

સર્વ ગુરુજનોના ચરણોમાં મારા નમસ્કાર.

The time has changed but No one has changed the position of Guru neither will anyone be able to do it over the period of time, the way to pay respect to Gurus might have changed but the spirit of Guru Purnima Festival is still the same.

કનક કાંતા અને કીર્તિના પવન જેને હલાવી ન શકે તેવા મહામાનવ એટલે ગુરુ… જીવાત્માને સત્યરૂપી પરમાત્મા તરફ લઈ જાય તે સદ્ ગુરુ..

શુભ વિચારો અને શુભ સંકલ્પો જ કલ્યાણમયી કાર્યની ઉત્તમ ઇમારત ખડી કરે છે. સુંદર વિચાર અને સારા કાર્યો સત્ત્વશીલ શિક્ષણથી જ મળતા હોય છે અને આવી ચેતના અને શિક્ષા ગુણીયલ ગુરુ જ આપી શકે. વિક્રમ સંવતના અષાઢ માસની પૂર્ણિમાને આપણે સૌ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. આમ તો અષાઢ માસ એટલે ત્યાગ અને સેવાનો માસ. અષાઢી બીજ અને પુનમએ ધાર્મિકતા અને સતકાર્યોની સુવાસના દિવસ છે.

વેદમાં એક વાક્ય છે. એ અમર વાક્ય છે, ‘ચારે દિશાએથી મને શુભ વિચાર પ્રાપ્ત થાઓ’ આ વેદ વાક્ય એ અમર વાક્ય છે. જીવન આનંદનું, ઉત્તમતા અને શાંતિનું એક અતિ ગૂઢ રહસ્ય એટલે આદર્શ ગુરુપદ. ઉત્તમ ચેતનાનો સંચાર ગુરુ તરફથી શિષ્ય તરફ વહે છે.

શાસ્ત્રોમાં વિદ્યાના અનેક પ્રકાર બતાવવામાં આવ્યાં છે. તેમાં મહત્ત્વના એવા ગુરુમુખી વિદ્યા, મનમુખી વિદ્યા, સૂર્યમુખી વિદ્યા અને સન્મુખી વિદ્યા છે. ગુરુના મુખેથી નીકળેલી આજ્ઞા કે વચનનું અક્ષરશઃ પાલન કરવું એ ગુરુમુખી વિદ્યા, ગુરુના વચનનો કે શાસ્ત્રનો મનમાં આવે તેમ અર્થઘટન કે અમલ કરવો તે મનમુખી વિદ્યા, સૂર્યનારાયણ પાસેથી વિદ્યા હાંસલ કરવા હનુમાનજી સુર્યના રથ આગળ પાછા પગે ચાલતા રહી જેમ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વિદ્યા હાંસલ કરતા તે પ્રયત્નને સૂર્યમુખી વિદ્યા અને ચોથી વિદ્યા એ સન્મુખી વિદ્યા જેમાં શિષ્ય ગુરુની સન્મુખ બેસી રહે ત્યારે તેનામાં ચેતનાનું સંપ્રેષણ થાય છે. ચેતના ગુરુ તરફથી શિષ્ય તરફ વહે તે સન્મુખી વિદ્યા. આમ તો માનવ માત્રને જીવનથી મૃત્યુ સુધી નિરંતર શિક્ષાની જરૂરત રહે છે. તે પછી વ્યક્તિ પાસેથી મળે કે નિર્જીવ પદાર્થ પાસેથી કે પશુ પક્ષી પાસેથી.. દરેક વસ્તુ, પદાર્થ, કે સજીવ કઇંક તો બોધ આપતા જ હોય તે એક પ્રકારની શીખ જ છે. ગુરુ દત્તાત્રેયે પણ અનેક ગુરુ ધારણ કર્યાની વાત આપણે સાંભળતા આવ્યા છીએ.

જુનાગઢના ભક્તકવિ નરસિંહ મહેતાએ રાધે ક્રિષ્નાને ગુરુમંત્ર બનાવીને દ્વારિકાધીશને પણ પામી શક્યા હતા. આપાગીગા, સંત દેવીદાસ, દાતાર, દાદા મેકરણ, શેઠ શામળશા જેવા સંતોના સમાગમથી જીવનના મૂલ્યો બદલાઈ જાય છે ત્યારે આપણા જીવન ઘડતરમાં ફાળારૂપ ગુરુ તરીકે ભાગ ભજવનાર મહામાનવોને શ્રદ્ધાપૂર્વક મસ્તક નમાવીને કૃતજ્ઞતા જો વ્યક્ત ન કરીએ તો નગુણા લેખાશું.

ગુરુપૂર્ણિમા એટલે આધ્યાત્મિક વિકાસનું સરવૈયું કાઢવાનો પવિત્ર દિવસ, ગુરુની ગરિમાનું ગૌરવવંતું પર્વ એટલે ગુરુપૂર્ણિમા.. આ ભવાટવીમાં ભમતા માનવીને દિવ્યતાનો રાહ ચીંધનાર સદગુરુના ઉપકારોથી ઋણમુક્ત થવા ગુરુના પૂજનનો મહિમાવંત દિવસ.. જેનું મન વશમાં ન હોય એ લઘુ અને જેનું મન વશમાં હોય તે ગુરુ. બસ આટલી વાત સમજીએ તો પણ લઘુ ગુરુના સિમાડા આપણે સમજી શકીશું. ગુરુ એટલે સંયમની મૂર્તિ, જીવમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ રેલાવે તે ગુરુ.

આપણા ઇતિહાસમાં સ્વામી વિવેકાનંદજી, રામકૃષ્ણ પરમહંસ, છત્રપતિ શિવાજી, ગુરૂ રામાનંદજી, સંત શ્રી જલારામ, ગુરૂ ભોજલરામ.. અરે શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર અને શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની, કર્ણ અને ભીષ્મના ગુરુ શ્રી પરશુરામ, અરે કોણ કોના ગુરુ અને કોણે ક્યારે કયા ગુરુ પાસેથી શિક્ષા હાંસલ કરી તેની વાત કરવા જઈએ તો ભારતીય સંસ્કૃતિના એક એક પાત્રના જીવન કવનનો પરિચય કેળવવો પડે. મહિમાવંત વિભૂતિઓના પ્રેરક જીવનને જો કોઈ અજવાશનો પથ કંડારવા માર્ગદર્શક બન્યું હોય તો માતા પછીનું સ્થાન ગુરુનું લેખાય. આથી જ ગુરુની સાર્થક શિક્ષા શિષ્યના ઉજ્જ્વળ ભાવિમાં પુરવાર થતી હોય છે.

આજની આધુનિક શિક્ષા પદ્ધતિથી જીવન ઘડતર કરનાર આદર્શ શિક્ષક પણ આધ્યાત્મિક જીવનની રાહ દેખાડનાર સંત સમાન જ છે. રાજ્ય સરકારે પણ શૈશવકાળથી જ શિક્ષાને મહત્ત્વ આપીને મનુષ્ય જીવન ઘડતરમાં છેવાડાના ગરીબ ઘરનો બાળક કે દીકરી અભ્યાસથી વંચિત ના રહે તેની ખેવના કરી છે. માનવ જીવન કંડારવા માત્ર વ્યક્તિજ ગુરુ હોય એવું નથી બનતું. દરેક વ્યક્તિ જડ – ચેતન તમામમાંથી પ્રેરણાબોધ તરીકે કઇંક નવું શીખે છે. મહાભારતમાં એકલવ્યે ધનુર્વીદ્યા પ્રાપ્ત કરવા દ્રોણના માત્ર પ્રસ્થાપિત મૂર્તિને સામે રાખીને શ્રેષ્ઠ ધનુર્ધર બની શક્યા હતા. આમ જીવનમાં જન્મથી મૃત્યુ સુધી નિરંતર શિક્ષણ મળતું જ રહે છે અને આપણે મેળવતા પણ રહીએ છીએ. આથી જ જીવનકાળમાં આમ જોઈએ તો અનેક ગુરુ પાસેથી કઇંક ને કઇંક શિક્ષા મેળવી જીવનમાં આત્મસાત્ કરી હોય છે. આમ કેળવણીના સરવૈયાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમાનો દિવસ. આવો આપણે પણ આખા વર્ષના જીવન ઘડતરમાં સારા પાસાને આ દિવસે યાદ કરી અને નવા સંકલ્પ કરીએ એ ગુરુપૂર્ણિમા પર્વની શીખ માનીએ. જય ગુરુદેવ.

જાણો, કેમ અષાઢી પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા કહેવાય છે ? 

અષાઢી પૂર્ણિમાના દર વર્ષે ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.

ગુરુપૂર્ણિમાની ઉજવણી શા માટે?

આ દિવસોમાં વેદોના સંકલનકર્તા અને પુરાઓના રચયિતા કૃષ્ણદ્વૈપાયન મહર્ષિ વેદવ્યાસસ જીનો જન્મદિવસ માનવામાં આવે છે. પુરાણોના રચયિતા હોવાના કારણે તેમને પ્રથમ ગુરુ હોવાનું સન્માન મળ્યું છે અને તેમના જન્મદિવસને ગુરુપૂર્ણિમાના રુપમાં મનાવવામાં આવે છે.

વેદવ્યાસજીના જન્મની અદ્ભૂત કથા.

કૃષ્ણદ્વૈપાયન મહર્ષિ વેદવ્યાસજી મહાભારતના પણ રચનાકાર માનવામાં આવે છે. તેમને ભગવાન વિષ્ણુના અંશાવતાર પણ માનવામાં આવે છે. ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મુનિઓમાં હું વ્યાસ છું. એવા મહાજ્ઞાની વેદવ્યાસજીના જન્મની વાત અદ્ભૂત છે

કન્યાના શરીરમાં માછલીની ગંધ

મહર્ષિ પરાશર વર્ષો તપસ્યા બાદ નગરમાં આવ્યા તો નદી પાર કરવા માટે એક નાવમાં બેઠા. આ નાવ એક રુપવતી કન્યા મત્સ્યગંધા ચલાવી રહી હતી. નામ મુજબ કન્યાના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી.

રુપવતી કન્યાથી મોહિત થઈ ગયા મહર્ષિ

મહર્ષિ પરશરે જ્યારે કન્યાને જોઈ અને તે સમયે મોહિત થઈ ગયા અને કન્યાને કહ્યું તે તને એક પુત્ર આપવા માગું છું, જે પરમજ્ઞાની હશે અને તેની માતા હોવાના કારણે તને હંમેશા આદર મળશે.

કન્યાએ કહ્યું કુંવારી છું, મા ન બની શકું

કન્યાએ કહ્યું કે હું કુવારી છું અને એવામાં મારા માટે મા બનવું યોગ્ય નહીં હોય. મારા શરીરમાંથી માછલીની ગંધ આવે છે માટે હું તમારી પાસેથી પુત્ર મેળવવા યોગ્ય નથી. કન્યાની વિવશતા જોઈને મહર્ષિએ પોતાના તપોબળથી મત્સ્યગંધાને સુગંધા બનાવી દીધી.

આ રીતે વેદવ્યાસજીનો જન્મ થયો

મહર્ષિએ કહ્યું કે પુત્રને જન્મ આપ્યા પછી પણ તમારું કૌમાર્ય ભંગ નથી થાય માટે મહર્ષિ પરાશર અને મત્સ્યગંધાથી અષાઢી પૂર્ણિમાના દિવસે મળેલા વેદવ્યાસજીનો જન્મ થયો. નાની વયમાં જ માતાની આજ્ઞા લઈને વ્યાસજી તપસ્યા માટે ચાલ્યા ગયા.

 

 

 

Related posts

गुजरात में निर्भया कांड, विवाहिता से दुष्कर्म के साथ गुप्तांग पर जलती सिगारेट व चप्पलों से दिए घाव

Rajkotlive News

राज्यसभा चुनाव में एक-एक मत के लिए भाजपा-कांग्रेस में रस्‍साकसी

Rajkotlive News

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કૂંડ મુકાશે, વિસર્જન માટે નીકળનાર મંડળ કે લોકોએ વાહનની અગાઉથી નોંધણી કરાવવાની રહેશે

Rajkotlive News