Ahmedabad Breaking News Coronavirus (Covid) Gujarat Helth India Life style Rajkot Saurashtra Special Viral World

*વેકસીનોફોબિયા (વેકસીનનો ભય) અને ઝયૂસોફોબિયા (ભગવાનનો ભય) એકબીજા સાથે જોડાયેલ* સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો સર્વે.

ડો. ધારા આર. દોશી, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

ડો.યોગેશ એ. જોગસણ, અધ્યક્ષ, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

કોરોનાથી બચવા માટેનું બ્રહ્મસ્ત્ર એટલે વેકસિન. પરંતુ હજુ વેકસિન વિશે ઘણા લોકોમાં ખોટો ભય અને ચિંતા રહેલ જોવા મળે છે. ખાસ કરીને જ્યારે મનોવિજ્ઞાન ભવનની ટિમ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને કાઉન્સેલિંગ કરતી અને વેકસિન લેવા માટે સમજાવતી ત્યારે મોટાભાગના લોકોએ ભગવાનની માનતા, શ્રીફળ, લાપસી આગળ ધર્યા હતા. જેના પરથી એ લોકોએ કહ્યું કે હવે જો અમે વેકસિન લઈએ તો ભગવાન કોપાયમાન થાય અને કંઈક ગુસ્સો કરી બેસે તો કંઈક અપશુકન થશે.
આવા વેકસીનના ભયના લક્ષણો અને ભગવાનના ભયના લક્ષણો ને મનોવિજ્ઞાન ની ભાષામાં *વેકસીનોફોબિયા અને ઝયૂસોફોબિયા* તરીકે ઓળખવામાં આવે છે. જેનું વિશ્લેષણ ડો.ધારા આર.દોશી અને ડો.યોગેશ એ. જોગસણ દ્વારા કરવામાં આવ્યું.મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો વેક્સિનેશન જાગૃતિમાં ગામડે ગામડે લોકોને મળેલ ત્યારે ગામડાના 80.10% લોકોને વેકસીનોફોબિયા જોવા મળ્યો જયારે શહેરના 36% લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો. ટોટલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 2700 થી વઘુ લોકોને આધારે લાસ્ટ 3 મહિનાના ઓબ્ઝર્વેશનને આધારે આ પરિણામ જોવા મળેલ.

*શુ છે વેકસીનોફોબિયા?*
વેક્સિનોફોબિયા એ રસીનો અતાર્કિક ભય છે. આ સ્થિતિથી પીડિત કોઈ વ્યક્તિ ફક્ત રસીના વિચારથી ખૂબ જ ચિંતા અને અસ્વસ્થતાનો અનુભવ કરે છે. તેમની અસ્વસ્થતા એટલી તીવ્ર હોઈ શકે છે કે તે તેના પરિણામે તેને ચિંતા, ડિપ્રેશન અને તણાવનો હુમલો આવી શકે છે. હાલના સમયમાં કોરોના વેકસિન વિશે આ જ પ્રકારની અતાર્કિક બીક અને તણાવ ઘણા વ્યક્તિઓમાં જોવા મળે છે. વેકસિનના ફાયદા વિશે સમજાવવા છતાં આ ભયથી પીડિત વ્યક્તિ ખોટા તણાવ ઉતપન્ન કરી નાખે છે. વેકસીનના નામથી જ ખૂબ ઘબરાઈ જાય છે અને પોતે તો વેકસિન નથી લેતા પણ અન્યને પણ વેકસિન લેવાની ના પાડે છે.

*લક્ષણો*
#રસીનો વિચાર કરતી વખતે ચિંતા
#ચિંતાનો સામનો કરવામાં અસમર્થ
#સ્નાયુઓમાં તણાવ, ધ્રુજારી અને શરીરે પરસેવો થવો
#ગભરામણ
# રસીની આડ અસરો વિશે અફવાઓ ફેલાવવી જેમ કે હાલના સમયમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં અને ઘણા શહેરી વિસ્તારોમાં કોરોના વેકસીનની અફવાઓએ જોર પકડ્યું છે કે વેકસીનથી મૃત્યુ થાય, વેકસિન લેવાથી સ્ત્રીઓને ગર્ભ ન રહે, વેકસિન થી લાંબા ગાળે શરીરને ઘણું નુકસાન થાય આવી ભ્રામક માન્યતાઓથી ઘેરાયેલ હોય છે
*ગ્રામ્ય વિસ્તારના 45% લોકોને અને શહેરી વિસ્તારના 27% લોકોને આ ઝયૂસોફોબિયા જોવા મળ્યો.

# *શુ છે ઝયૂસોફોબિયા?*
ઝ્યુસોફોબિયાથી પીડિત વ્યક્તિ ભગવાન અથવા દેવતાઓથી ખૂબ ભય અનુભવે છે. ભગવાનનો ક્રોધ અત્યંત ભયાનક છે એવું માને છે અને ભગવાનની સજાથી ડરતો હોય છે અને જો ભગવાન નું ન માનીએ તો મરતી વખતે નરકમાં જાય છે એવી માન્યતા રાખે છે.
આ ભયથી પીડાતી વ્યક્તિ ભગવાન થી ભય અનુભવે છે અને બધા જ કામમાં ભગવાન નું નામ આગળ ધરી ભય ઓછો કરવા પ્રયત્ન કરે છે.

*ઝયૂસોફોબિયાના લક્ષણો*
#ભગવાનનો તીવ્ર ડર
#ભગવાનનો વિચાર કરતી વખતે ચિંતા
#નાલાયકતાની લાગણી
#ખૂબ જ દયાળુ
#દોષી અને શરમજનક
# કઈક ભગવાનનું કામ નહીં થાય તો ગુસ્સે થશે એવો ભય

*વેકસીનોફોબિયા અને ઝયૂસોફોબિયા આ સમયે એકબીજા સાથે જોડાયેલ*

ગામડાઓમાં આ બન્ને ભય એકબીજા સાથે જોડાયેલ છે. ત્યાં લોકોને એ ભય કે માનતા લીધી હોય અને પછી વેકસિન લઈએ તો હવે ભગવાન નો પ્રકોપ સહન કરવો પડે, બધું ભગવાન ભરોસે હોય એટલે વેકસિન લેવાનો કોઈ અર્થ નથી. ભગવાન પર ભરોસો રાખવાનો દુનિયા તેનાથી જ ચાલે છે. આમ વેકસીનનો ભય કુદરતના ભય સાથે ક્યાંક ને ક્યાંક જોડાઈ રહ્યો છે .

Related posts

ડાયાબિટીસ અને કોરોના અલ્પા ચાવડાનો સર્વે……..

Rajkotlive News

व्यापारी की आंखों में मिर्ची डालकर दिनदहाड़े 18 लाख की दिलधडक लूंट, आरोपी सीसीटीवी में कैद

Rajkotlive News

‘में तुमसे ही शादी करुंगा’ बोलकर परिवार के परिचित युवक ने किशोरी को गर्भवती बनाया सूरत : शहर के उधना क्षेत्र में किशोरी के साथ दुष्कर्म का मामला सामने आया है। जिसमें एक परिवार संग गहरा रिश्ता रखनेवाले युवक ने उसी परिवार की एक किशोरी को शादी का लालच देकर दुष्कर्म किया था। किशोरी के गर्भवती होने पर परिजनों को मामले की जानकारी मिली है। जिसके चलते उन्होंने इस बारेमें पुलिस से मदद की गुहार लगाई है। संवाददाता के मुताबिक, किम गांव का निवासी एक युवक के पीड़िता के परिजनों से अच्छे संबंध थे। इसी कारण घर आते-जाते इस युवक और किशोरी के बीच दोस्ती हुई थी। बादमें जब किशोरी अकेली होती तब युवक घर आने लगा। और ‘में तुमसे ही शादी करुंगा’ बोलकर किशोरी के साथ शरीर संबंध बनाने लगा। पीड़िता को माहवारी नहीं आने पर माता द्वारा कारण पूछे जाने पर वह दो माह गर्भवती होने की हकीकत सामने आई। जिसे सुनकर सभी परिजन सुन्न हो गए। हालांकि बादमें परिजनों ने उधना पुलिस थाने में युवक के खिलाफ शिकायत दर्ज करवाई है। जिसके चलते पोक्सो समेत की धाराओं के तहत गुनाह दर्ज कर के पुलिस मामले की जांचमे जुटी है।

Rajkotlive News