Ahmedabad Breaking News Coronavirus (Covid) Gujarat Helth India Life style Rajkot Saurashtra Special Viral World

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો સર્વે કોરોના વેક્સિનને લગતી લોકોમાં કેટલીક માન્યતાઓ વિશે જાણકારી…

*વિંછીયાના ગામડાઓમાં લોકોએ રસી ન લેવાના જુદાજુદા ભ્રામક કારણો આપ્યા*.

1. એક વયોવૃદ્ધ દાદાએ જણાવ્યું કે કોરોનમાં મારી પત્નીનું અવસાન થયું. ઓક્સિજન એનો ઘટી ગયો હતો ત્યારથી મેં નક્કી કર્યું છે કે પીપલો, પીપર અને વડ ગામ આખામાં વાવવા. કારણ કે પીપળાના પાનમાં શ્રી કૃષ્ણ પોઢેલા છે તેને પીપલો જ ઓક્સિજન આપે છે. ત્રણ વૃક્ષ દરેકના આંગણામાં હોવા જ જોઇએ, પીપલો, પીપર અને વડલો એ હોય એટલે કોઈ રસી લેવી ન પડે આ ત્રણ જાડ બધી જ રક્ષા કરે આ ત્રણ જાડમાં દેવોનો વાસ છે. તમે આવી રસીની માથાકૂટ મુકો અને વડલો, પીપલો અને પીપર વાવો2. વેક્સીન ન લેવાય. અમારો કુદરત અમારી સાથે છે તો અમારે વેક્સીન લેવાની શું જરૂર? અમે આખા ગામે લાપસી કરીને માતાજીને ધરી દીધી છે. લાપસી કરી નાખીએ એટલે કુદરત અમને કશું ન થવા દે માટે અમારે કોરોનાની રસી લેવાની જરૂર નથી. *જે લોકો માઁ ને ભૂખી રાખે એને જ રોગ ભરખે*, નિવેદ કરો, માનતા રાખો અને માતાજીની આરતી, પૂજા પાઠ કરો એટલે કોઈ રોગ ક્યારેય ન આવે.

3. કોરોના અમારા ગામમા આવે જ નહિ. અમારા આખા ગામમાં ઘરે ઘરે દિવા કરવામાં આવે છે. ઘરના આંગણે અને દરવાજા પાસે જ દીવો કરીએ છીએ એટલે કોરોના દરવાજેથી જ ભાગી જાય. જો કોરોના જ ન આવે તો આવી રસીની અમારે જરૂર નથી. અમારે લેવી પણ નથી અમારે સમય જ નથી. એ વળી શું રસી લેવી

4. ગયા વખતે કોરોનાને ભગાડવા થાળી વગાડવાનું કહ્યું હતું તૅ સાચું જ છે. અમે રોજ સંધ્યા ટાણે ઝાલર વગાડીએ છીએ ઘરે ઘરે એટલે કોરોના અમારા ગામમાં આવતો નથી અમને ભગવાન પર શ્રદ્ધા છે, અમારા ગામનું રખોપુ કરવા ભગવાન બેઠો છે *શહેરમાં નાસ્તિકો છે માટે ત્યાં બધી આફતો આવે

5. હવે કોઈ રસી લેવાની જરૂર જ નથી. વાવાજોડું જે આવ્યું તૅ ભગવાને એટલે જ મોકલ્યું હતું કે રોગની જીવાત બધી હવામાંથી જતી રે. વાવાજોડું અમારી પ્રાર્થનાથી આવ્યું હતું, જુઓ વાવાજોડા પછી કોઈને કોરોના થતો નથી. ભગવાન મોટો કે સરકાર? નોંધ : મનોવિજ્ઞાન ભવનની ટીમે સંપર્ક કરતા ગામડાઓના લોકોએ બીજો ડોઝ નહોતો લીધો તેઓ બીજા ડોઝ લેવા રાજી થયા અને અન્ય લોકોએ કહ્યું કે વરસાદ થઇ જાય ખેતીનું કામ નહીં હોય એટલે રસી લઈ લેશું. જે લોકો વિરોધ કરતા હતા તેઓ રસી લેવા રાજી થાય.

 

 

Related posts

આજે વિશ્વ યોગ દિવસ : જાણો યોગ એટલે શું અને તેનો ઇતિહાસ તેમજ યોગના આઠ અંગો વિશે જાણકારી.

Rajkotlive News

गुजरात में दोनों राज्यसभा सीटों पर चुनाव लड़ेगी कोंग्रेस, रुपाणी ने किया तीनों सीट जितने का दावा

Rajkotlive News

*IPS अधिकारी बच्चों से मिलने की जिद को लेकर पूर्व पत्नी के आवास पर धरने पर बैठे*

Rajkotlive News