Ahmedabad Breaking News Business Gujarat India Life style Rajkot Saurashtra Special

જમીન મિલ્કત લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશે ચેમ્બર દ્વારા વેબિનાર યોજાયો.

જમીન મિલ્કત લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશે ચેમ્બર દ્વારા વેબિનાર યોજાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ર જૂન, ર૦ર૧ના રોજ ‘જમીન મિલ્કત લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એડવોકેટ અજય મહેતાએ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
એડવોકેટ અજય મહેતાએ ધી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટનો અમલ કેવી રીતે થયો? તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય સંજોગોમાં સ્થાવર મિલ્કતોમાં ફ્રી હોલ્ડ પ્રોપર્ટી, લીઝ હોલ્ડ પ્રોપર્ટી અને સરકારી પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. તેમણે જમીન મિલ્કત લેતી વખતે ટાઇટલ ચકાસણી કરવાની સલાહ આપી હતી. ટાઇટલ રિપોર્ટ આપવા માટે જરૂરી દસ્તાવેજોની પણ માહિતી તેમણે આપી હતી.
જો મિલ્કત કો–ઓપરેટીવ સોસાયટી/નોન ટ્રેડિંગ કોર્પોરેશન (એન.ટી.સી.)માં આવેલી હોય તો એવા સંજોગોમાં મિલ્કત માલિકીનો દસ્તાવેજ, આ મિલ્કતનું ફર્સ્ટ એલોટીને ઇસ્યુ કરેલ શેર સર્ટિફિકેટની નકલ, મિલ્કત બાબતે ફર્સ્ટ એલોટીને આપવામાં આવેલા એલોટમેન્ટ લેટર/કબજા રસીદ, જો કોઇ સંજોગોમાં શેર સર્ટિફિકેટ વર્ષ ર૦૦૧ પછીનું હોય તો સોસાયટી દ્વારા એલોટીના લાભમાં કરી આપેલા દસ્તાવેજની નકલ અને મિલ્કત મોર્ગેજ કરવા માટે સોસાયટીના ન–બોજા અને ન–વાંધા અંગેનું પ્રમાણપત્ર, કો–ઓ. સોસાયટી રજિસ્ટ્રેશનનો દાખલો, કો–ઓ. સોસાયટીના માલિકીના દસ્તાવેજોની નકલ અને પ્લાન, રજાચિઠ્ઠી, એન.એ., ઓર્ડર વિગેરેનો સમાવેશ થાય છે.
જો મિલ્કત લીઝ હોલ્ડ રાઇટ્‌સવાળી હોય તો એવા સંજોગોમાં લીઝ ડીડની ઝેરોક્ષ નકલ, કન્વેયન્સની ડીડની ઝેરોક્ષ નકલ, એલોટમેન્ટ લેટર, ટ્રાન્સફર ઓર્ડર અને મોર્ગેજ કરવા માટે ર(આર) પરમીશનની નકલનો સમાવેશ થાય છે. જ્યારે સરકારી મિલ્કત હોય ત્યારે લીઝ ડીડ/કન્વેયન્સ ડીડની નકલ, એલોટમેન્ટ લેટર, ટ્રાન્સફર ઓર્ડર અને ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી મિલ્કત મોર્ગેજ કરવા અંગેનું નો ઓબ્જેકશન સર્ટિફિકેટનો સમાવેશ થાય છે.
ફ્રી હોલ્ડ પ્રોપર્ટીનો ટાઇટલ રિપોર્ટ આપતી વખતે મિલ્કતના ટાઇટલની ચકાસણી કરવી જોઇએ, મિલ્કતના તમામ દસ્તાવેજોની ચકાસણી કરવી જોઇએ, મિલ્કત સિટી સર્વે દફતરે આવતી હોય તો સિટી સર્વેની નકલ ચકાસવી જોઇએ, મિલ્કતનો સત્તા પ્રકાર ચકાસવો જોઇએ, મિલ્કતના વેરાબીલ તથા ગ્રામ પંચાયત બીલો ચકાસવા જોઇએ, મિલ્કતના અસલ દસ્તાવેજો ચકાસવા જોઇએ, દૈનિક વર્તમાન પત્રમાં પેપર નોટિસ આપવી જોઇએ, ટાઉન પ્લાનિંગ સ્કીમ મુજબ ફાયનલ પ્લોટ પાડેલો હોય તો તે ચકાસવો જોઇએ, બ–ફોર્મ જોવું જોઇએ અને ક્ષેત્રફળની ચકાસણી કરવી જોઇએ. જો મિલ્કત કો–ઓપરેટીવ સોસાયટી/નોન ટ્રેડિંગ કોર્પોરેશન (એન.ટી.સી.)માં આવેલી હોય તેમજ એચ.યુ.એફ.ની મિલ્કત હોય તો કઇ બાબતો ધ્યાને રાખવાની તે વિશે તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ધી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એકટ મુજબ વેચાણ માટે જરૂરી બાબતો વિશે તેમણે જણાવ્યું હતું કે, પક્ષકારો સક્ષમ હોવા જોઇએ તથા કોન્ટ્રાકટ એકટ અન્વયે કોન્ટ્રાકટ કરવા માટે સક્ષમ હોવા જોઇએ. વેચાણ અવેજની તબદિલી થયેલી હોવી જોઇએ અને માલિકીપણાનું પણ ટ્રાન્સફર થયેલું હોવું જોઇએ. તેમણે પ્રોપર્ટી વેચનારની જવાબદારી વિશે કહયું હતું કે, મિલ્કતની ક્ષતિ બાબતે ખરીદનારને જાણ કરવી જોઇએ, વેચનારના કબજામાં રહેલા દસ્તાવેજો ખરીદનારને સોંપવા જોઇએ, રકમ મળ્યા બાદ યોગ્ય દસ્તાવેજ કરી આપવા જોઇએ અને મિલ્કતના તમામ બોજો ભરપાઇ કરવા

જોઇએ.

 

Related posts

कोरोना भारत लाइव: अब तक 1906 मामले, 53 की मौत और 155 ठीक

Rajkotlive News

सरकारी स्कूल में एक दर्जन से अधिक बच्चों के साथ कुकर्म, आरोपी शिक्षक गिरफ्तार

Rajkotlive News

निर्दलीय दलित विधायक जिग्नेश मेवाणी को अध्यक्ष ने विधानसभा के पांचवें सत्र से किया निलंबित

Rajkotlive News