Ahmedabad Breaking News Gujarat Helth India Life style Rajkot Saurashtra Special Sports Viral World

આજે વિશ્વ સાઈકલ દિવસ : જાણો ક્યારથી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ? સાયકલનું મહ્ત્વ, તેનાં ફાયદાઓ તેમજ સાયકલને લગતી વિવિધ વાતો.

રોજીંદા જીવમાં સાયકલનો ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂન એટલે કે આજે વિશ્વ સાયકલ દિવસ કે વર્લ્ડ બાઈસિકલ ડે ઉજવાય રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય લોકોને એસમજાવવાનુ છે કે સાઈકલ શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપરાંત પર્યાવરણ(Environment) અને અર્થવ્યવસ્થા(Economy) માટે પણ અનુકૂળ છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations) મહાસભાએ 3 જૂનના રોજ આ દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત કરી હતી. સત્તાવાર રૂપે પહેલીવાર વિશ્વ સાયકલ દિવસ 3 જૂન, 2018ના રોજ ઉજવાયો હતો, આવો જાણીએ તેના વિશે…

જાણો ક્યારથી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ ?

સત્તાવાર રૂપે પહેલીવાર વિશ્વ સાયકલ દિવસ 3 જૂન 2018ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઉજવાયો હતો. આ ઉદ્દઘાટન સમારંભમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ, રાજનાયકો, એથલીટો, સાઈકલિંગ સમુદાયના હિમાયતીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ અવસર પર સાયકલ ચલાવતા લોકોને સેવા આપવાની ઘણી રીતો પણ શેર કરવામાં આવી હતી. આ સાથે જ સાયકલ ચલાવવાનું મહત્વ અને તેના આરોગ્ય માટેના ફાયદા પણ જણાવવામાં આવ્યા હતા. આ વર્ષે એટલે કે વર્ષ 2021 માં ચોથો વિશ્વ સાયકલ દિવસની ઉજવવામાં આવી રહ્યો છે.

સાયકલનુ મહત્વ .

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સાયકલ ડેનું મહત્વ સભ્ય દેશોને વિવિધ વિકાસ રણનીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને ઉપરાષ્ટ્રીય વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાયકલને સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. સાથે જ આ દિવસ સભ્ય દેશોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને મજબૂત કરવા માટે સમાજના તમામ સભ્યોમાં અને રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે સાયકલની સવારીને વ્યવસ્થિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ બાળકો અને યુવાનો માટે શિક્ષણને મજબૂત કરવા, આરોગ્ય જાળવવા, રોગોને રોકવા, સામાજિક સમાવેશ અને સુવિધા આપવા માટે સાયકલના ઉપયોગને સમજવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનું કારણ સાયકલની વિશેષતા અને બહુમુખી પ્રતિભાને ઓળખ આપવાનુ પણ છે. એવુ કહેવાય છે કે જો શહેરના લોકો પોતાની આસપાસ એટલે નજીક જ ક્યા જવા માટે સાયકલનો ઉપયોગ કરે તો તે દરરોજ સેંકડો લિટર પેટ્રોલનો વપરાશ ઘટાડશે. આ સાથે શહેરનું પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે

 

સાયકલ ચલાવવાના વિવિધ ફાયદાઓ.

– સાયકલ ચલાવવાથી શારીરિક જ નહી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે.

આ એક સારી કસરત છે.

– આ હ્રદય, રક્તનળી અને ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

– રોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી પેટની ચરબી ઓછી થાય છે અને ફિટનેસ જળવાય છે

– શરીરના સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત બનાવે છે

– સાયકલ ચલાવઆથી ઈમ્યૂન સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને થાકને કારણે સારી ઊંઘ આવે છે

– સાયકલ તનાવના સ્તર અને હતાશાને પણ ઘટાડે છે

– સાયકલ ચલાવીને અતિરિક્ત ચરબી ખૂબ સરળતાથી બાળી શકાય છે

– સ્વાસ્થ્યની સાથે સાથે સાઈકલ તમારા પૈસા બચાવવાનુ પણ કામ કરે છે.

વિશ્વ સાયકલ દિવસનો ઇતિહાસ :-

આજે આ દિવસ ખાસ કરી દુનિયામાં થયેલી એક મોટી અસરને કારણે દુનિયામાં ઉજવામાં આવે છે. લેઝેક સિબિલ્સ્કીના ક્રૂસેડ પછીની અસર અને તુર્કમેનિસ્તાન અને 56 જુદા દેશોની વિશ્વ સાયકલ દિવસની ઉજવણી માટે કરવામાં આવેલી મદદની અસર છે. ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસમ્બ્લી દ્વારા ન્યુ યોર્ક ખાતે તેની મિટિંગમાંથી અનેક ત્યાના અધિકારીઓ, રમતવીરો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી આ દિવસની વિશ્વભરમાં ઉજવણી શરૂ કરવામાં આવી હતી.

સાયકલ વિશે અજાણી વાતો:-

સૌ પ્રથમ આ સાયકલ યુરોપમાં ૧૮મી સદીમાં વિચાર આવ્યો હતો. તે પેરિસના એક કારીગર દ્વારા ૧૮૧૬માં બનવામાં આવી હતી.

આ સાયકલમાં મોટી ભૂમિકા ભજવતા તેના પેડલની શોધ કરી હતી.

વેલોસિપેડ તેને નામ અપાયું હતું . તેની વધતી માંગની લોકપ્રિયતાને કારણે, ઇંગ્લેંડ, ફ્રાન્સ અને અમેરિકાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદકોએ ઘણા સુધારા કર્યા અને વર્ષ 1872 માં તેને એક સુંદર દેખાવ આપ્યો.

આ પ્રથમ સાયકલ તે મુખ્ય રીતે ચક્ર 30 ઇંચથી લઈને 64 ઇંચ અને પાછળનું વ્હીલ લગભગ 12 ઇંચ હતું. ક્રેન્ક્સ ઉપરાંત, બુલેટ બેરિંગ્સ અને બ્રેક્સ પણ લાગુ કરવામાં આવ્યા હતા. આ સાયકલને આથી તે યુગની સૌથી આધુનિક સાયકલ તરીકે ઓળખવામાં આવી હતી.

ત્યારે આ સાયકલ તે ભારતમાં ૧૯૬૦-૧૯૯૦ સુધી ખૂબ પ્રચલિત થઈ. તેનાથી ભારતમાં આર્થિક રીતે ઘણી સહાય મળી.

સાયકલ સાથે જીવન કેવું ?

આજે ધીરે-ધીરે લોકો સમયના પરીવર્તન સાથે સાયકલમાંથી વિવિધ વાહનો તરફ જવા માંડ્યા છે. ત્યારે નાનપણની સાયકલ હવે ભૂલાતી જાય છે. પણ આ સાયકલ સાથે જીવન જીવમાં આવે તો પ્રકૃતિ સાથે સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. તો આ સાયકલ તે પ્રકૃતિનું સંરક્ષણ કરવા માટે ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. તો તેનાથી વાતાવરણને ખૂબ લાભ થાય અને સાથે જીવનને પ્રકૃતિ માળવા મળે છે. સાથે પહેલાના જમાનાનું એક વાહન મુખ્ય વાહન વ્યવહાર ગણવામાં આવતું હતું.

 

Related posts

भारत में तीन मई तक सभी देशवासियों को लॉकडाउन में रहना होगा: पीएम मोदी

Rajkotlive News

गुजरात में फिर गरमाया आरक्षण का मुद्दा, भाजपा सांसदों ने पीएम मोदी को लिखा खत

Rajkotlive News

10 पास गुजराती युवक का कमाल, बनाया पानीपुरी का अनूठा ATM मशीन, देखकर दंग रह जाएंगे

Rajkotlive News