Ahmedabad Gujarat Helth India Life style Rajkot Saurashtra Special Viral World

ઉનાળામા ખાવ આ ૯ વસ્તુઓ, શરીરમા ક્યારેય નહી સર્જાય પાણી ની અછત.

ઉનાળા ની હોય કે વર્ષા ની હોય કે ઠંડી ની, આ બદલાતી ઋતુ અનુસાર તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ અત્યંત આવશ્યક છે. હાલ ઉનાળાની ઋતુ નો પ્રારંભ થઇ ચૂક્યો છે. હાલ, આ કાળઝાળ ગરમીમા આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે આવશ્યક પ્રમાણમા પાણી ની આવશ્યકતા હોય છે. આ ઉનાળા ની ગરમીમા કાર્ય કરવુ અત્યંત કપરુ બની જતુ હોય છે. ઉનાળામા વ્યક્તિને તરસ વધુ પડતી લાગે છે.

આ ઋતુમા તમારે અમુક ચીજવસ્તુઓ નુ સેવન કરવુ આવશ્યક છે જેથી, શરીરમા પાણી નો અભાવ ના રહે અને તમે ઉનાળાની કાળઝાળ ગરમીમા પણ સરળતા થી કાર્ય કરવાનુ ચાલુ રાખશો. તમને આ બધી ચીજવસ્તુઓ માર્કેટ માંથી સરળતા થી મળી જશે. તો ચાલો જાણીએ ઉનાળામા કઈ વસ્તુઓ નુ સેવન કરવુ આવશ્યક છે, જેથી આપણે આપણા શરીરને હાઇડ્રેટેડ રાખી શકીએ.

ટેટી :

ટેટી એ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે કારણ કે, તેમા ભરપૂર પ્રમાણ મા પાણી સમાવિષ્ટ હોય છે, જે ઉનાળામા ડિહાઇડ્રેશન ની સમસ્યા ને અટકાવે છે. શરીરમા પાણી ની યોગ્ય માત્રા જાળવી રાખવા માટે આ ફળ નુ સેવન અત્યંત આવશ્યક છે.

તરબૂચ :

ઉનાળામા જોવા મળતુ સૌથી રસદાર ફળ તરબૂચ છે. જેમા ૭૦ ટકા થી વધુ પાણી હોય છે. જે આપણા શરીરમા પાણી ની અછત ને દૂર કરે છે. ઉનાળામા તરબૂચ નુ સેવન કરવાથી આપણા શરીરમા પાણી નુ પ્રમાણ જળવાઈ રહે.

કેળા :

કેળા નુ સેવન એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. કેળા નુ સેવન કરવાથી શરીર મા આવશ્યકતા અનુસાર પાણી પ્રાપ્ત થઈ રહે છે. આ ઉપરાંત કેળા માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે.

નારંગી :

ઉનાળા ની ઋતુ મા નારંગી નુ સેવન કરવુ અત્યંત લાભદાયી છે. તેમા ૯૨% જેટલુ પાણી અને પોટેશિયમ ની આવશ્યક માત્રા સમાવિષ્ટ છે. જે શરીર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે પણ તમને ઉનાળામા તમારા શરીર મા પાણી નો અભાવ લાગે, ત્યારે તમારે નારંગી નું સેવન કરવુ. પાણી ની ઉણપ ને પહોંચી વળવા નારંગી સક્ષમ છે.

સ્ટ્રોબેરી :

સ્ટ્રોબેરી પણ એકદમ રસદાર ફળ છે. તેમા ૯૧% પાણી સમાવિષ્ટ હોય છે. જે શરીરને ડિહાઇડ્રેશન થી રક્ષણ આપે છે. આ સિવાય સ્ટ્રોબેરી મા કેલરી નુ પ્રમાણ ખૂબ જ ઓછુ હોય છે. આ જ કારણ છે કે તે વજન ઘટાડવા માટે પણ લાભદાયી સાબિત થાય છે.

મૂળા :

મૂળા મા પાણી નુ પ્રમાણ પુષ્કળ પ્રમાણમા જોવા મળે છે. મૂળા નુ સેવન કરવાથી શરીર ને લાંબા સમય સુધી પાણી ની તંગી નો અહેસાસ થતો નથી. આ ઉપરાંત મૂળા નો રસ કમળા ની સમસ્યા ના નિદાન માટે પણ લાભદાયી સાબિત થાય છે.

કાકડી :

કાકડી મા પણ ૯૬% જેટલુ પાણી અને ૪% જેટલુ ફાઇબર હોય છે, જે આપણા શરીરમા પાણી ના યોગ્ય સંતુલન ને જાળવી રાખે છે. કાકડી નુ સેવન કરવાથી શરીર મા લાંબા સમય સુધી પાણી રહે છે અને તરસ પણ ઓછી લાગે છે.

ટામેટા :

ટામેટા નુ સેવન કરીને પણ પાણી ની ઉણપ ને દૂર કરી શકાય છે. ટામેટામા ૯૦% પાણી હોય છે. આ સિવાય તેમા ફાઇબર જેવા પોષકતત્વો પણ સમાવિષ્ટ હોય છે, જે હ્રદયરોગ ના જોખમ ને ઘટાડે છે.

દહી :

ઉનાળા ની ઋતુમા પાણી ની તંગીને પહોંચી વળવા માટે દહીં એક શ્રેષ્ઠ વિકલ્પ છે. દહીંમા અંદાજિત ૮૦% પાણી ની માત્રા હોય છે, જે શરીર મા પાણી ના અભાવ ને દૂર કરે છે. આ સાથે દહીં મા અન્ય અનેક પોષકતત્વો સમાવિષ્ટ છે જે આપણા શરીર માટે ખૂબ જ અગત્ય ના છે.

Related posts

बिना मास्क सरकारी कार्यक्रम में पहुंचे मंत्री, मीडिया को देखकर जट से पहन लिया

Rajkotlive News

टिकटोक स्टार कीर्ति पटेल ने उल्लू के बाद बंदरो संग बनाए वीडियो, RTI एक्टिविस्ट ने लिखा सीएम को खत

Rajkotlive News

दिल्ली को लोकडाउन में छूट नहीं, कुछ पॉजिटिव केस में कोरोना के लक्षण नहीं दिख रहे: केजरीवाल

Rajkotlive News