Breaking NewsGujaratJunagadh

જૂનાગઢ : મહાશિવરાત્રીનો મેળો, જુઓ તસ્વીરોમા

જૂનાગઢ : મહાશિવરાત્રીનો મેળો, જુઓ તસ્વીરોમા

પ્રતિક પંડયા, જૂનાગઢ

મહાશિવરાત્રીના પવૅની દેશભરમા ઉત્સાહપૂવૅક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢના ભવનાથધામ મા આજે વહેલી સવારથી ભાવિકોનુ ઘોડાપુર ઉમટી પડયુ હતુ અને ભવનાથ મહાદેવના દશૅન કરી ધન્યતા અનુભવી હતી. આજે રાત્રે નાગા સાધુઓનુ શાહી સ્નાન પણ મહાશિવરાત્રી ના મેળાનુ આકષૅણ હોય છે.
આજના દિવસે ભગવાન ભોળાનાથના દર્શન માટેનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. તેમજ રાત્રીના સમયે શિવના સૈનિકો સંન્યાસીઓની એક રવેડી પણ નીકળશે. રવેડીનું શિવ ચરિત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. યાત્રિકો આજે વહેલી સવારથી જ ભવનાથ તળેટીમાં પોતાનું સ્થાન લેવા માટે કતારબંધ આવી રહ્યાં છે. શિવરાત્રીના દિવસે સંન્યાસીઓની રવેડીના દર્શનને પણ ખુબ જ પુણ્ય માનવામાં આવે છે. જેને લઇને શિવભક્તો આખો દિવસ માર્ગ પર બેસીને ભગવાન ભોળાનાથની રવેડી શરૂ થાય તેની રાહમાં ભવનાથ તળેટીમાં બેસેલા જોવા મળે છે.
આજે મોડી સાંજે ભવનાથ મંદિર પરિસરમાંથી સંન્યાસીઓની રવેડી નીકળશે, જે ભવનાથ તીર્થક્ષેત્રમાં પરિભ્રમણ કરીને મોડી રાત્રીના સમયે ભવનાથ મંદિર પરિસરમાં આવેલા પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતાં મૃગીકુંડમાં સંન્યાસીઓ સ્નાન કરશે અને જે બાદ મહાશિવરાત્રીનો આ પાંચ દિવસનો મેળો વિધિવત રીતે પૂર્ણ જાહેર કરાશે.

Related posts

गुजरात के चार शहर WHO संग मिलकर खोजेंगे कोरोना का उपचार, दुनिया के 100 देश शामिल

Rajkotlive News

गुजरात : 10 से ज्यादा स्पा में पुलिस की रेड, तीन संचालक समेत 18 विदेशी युवतियां हिरासत में

Rajkotlive News

યુગાન્ડાના ઉદ્યોગપતિઓએ રાજકોટની મુલાકાત લીધી

Rajkotlive News

Leave a Comment